ભારત માં સરાકાર તંત્ર એકદમ સ્વાર્થી થઇ ગયું એવું લાગે છે. તેનુ ભલુ થતુ હોય તો લોકોનું ભલુ કરે નહીં તો પ્રજા પર નાહકનો બોજ નાંખ્યા કરે છે. વર્ષોથી જોતા આવ્યા છે કે ચૂંટણીઓ આવવા (Election effect)ની હોય તો બધા નિયમો નેવે મૂકાઇ જાય છે. લોકોને રાહતો પણ મળતી રહે છે. જેવી ચૂંટણી પતે કે લોકોને કોરડાના ફટકા જેવા બોજ નાંકવામાં આવે છે.અત્યારે પણ એવું જ છે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ વધીને 84 ડોલરને પાર થઇ ગયો છે છતાં છેલ્લા 68 દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેટ્રાલ અને ડીઝલના ભાવ વધારવામાં આવી રહ્યાં નથી અને પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થતા જ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવે તેવી શક્યતા છે.
- Advertisement -
છેલ્લે ચાર નવેમ્બર, 2021ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તે જ દિવસે સરકારે લોકોને રાહત આપવા માટે પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડયુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
2017થી દૈનિક ધોરણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવાની શરૂઆત કરવામાં આવી ત્યારથી પ્રથમ વખત આટલા લાંબા સમય સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે ચાર નવેમ્બર, 2021ના રોજ એક લિટર ડીઝલ પરની એક્સાઇઝ ડયુટીમાં 10 રૂપિયા અને એક લિટર પેટ્રોલ પરની એક્સાઇઝ્ ડયુટીમાં પાંચ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હાલમાં દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 95.41 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ 86.67 રૂપિયા ચાલી રહ્યો છે.
- Advertisement -
જોકે, દેશમાં વર્તમાનમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ પાછલા બે વર્ષની સરખામણીમાં ખુબ જ વધારે છે. તે છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કરવા ઉપર સરકાર ક્યારેય ધ્યાન આપતી જ નથી. વર્તમાન સરકારને માત્રને માત્ર ચૂંટણી જીતીને લોકો ઉપર રાજ કરવામાં જ રસ છે. સ્વભાવિક છે કે કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા પછી દેશભરમાં ખાદ્ય વસ્તુઓથી લઈને તમામ પ્રકારની મોંઘવારીમાં ખુબ જ વધારો થઈ ગયો છે.
ચૂંટણીનો સમયગાળો ના હોય ત્યારે સરકાર તર્ક આપતા કહે છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ આંતરાષ્ટ્રીય માર્કેટને આધિન છે, તેમાં અમે કંઈ જ ફેરફાર કરી શકીએ નહીં. જોકે, વર્તમાનમાં આંતરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત ઉચકાઈ રહ્યાં છે, તે છતાં પણ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં નથી. કેમ કે, તેનીથી ચૂંટણીમાં સરકારની છબિ અંગે નકારાત્મક અસરો પડી શકે છે. જેવી જ ચૂંટણી પૂર્ણ થશે તેવા જ પેટ્રોલ-ડીઝલના ભાવ ફટાફટ ઉચકાઈ જશે અને તર્ક પણ આપી દેવામાં આવશે કે આંતરાષ્ટ્રીય માર્કેટમાં ભાવ વધી રહ્યો છે.