ખાસ-ખબર સંવાદદાતા
ગત 30 ઓગસ્ટના રોજ સુરતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા આ મામલે સમગ્ર ગુજરાતના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. મોરબી આમ આદમી પાર્ટી દ્વારા હુમલાખોરો સામે કડક અને તાત્કાલિક પગલાં ભરવા માટે માંગ કરવામાં આવી છે.સુરતના સીમાડા નાકા ખાતે મનોજ સોરઠીયા પર થયેલા હુમલાને આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાની હેઠળ કડક શબ્દોમાં વખોડવામાં આવ્યો હતો અને મોરબી જિલ્લા કલેક્ટર મારફતે ગૃહરાજ્ય મંત્રીને આવેદન પાઠવી કાયદો અને વ્યવસ્થા જળવાય તેવી માંગ કરી શાંતિ ડોહળવાનો પ્રયાસ કરતા હોય તેને કડક સજા કરવા માંગ કરી હતી. ઉપરાંત મોરબી આમ આદમી પાર્ટી દ્વારા હુમલા મામલે સીધો ભાજપ સામે આરોપ લગાવાયો હતો અને આવારા તત્વો પર લગામ લગાવવા રજૂઆત કરવામાં આવી હતી.
સુરતમાં AAP અગ્રણી પર થયેલ હુમલાના વિરોધમાં મોરબી કલેક્ટરને આવેદન
