મનરેગા કૌભાંડમાં હીરા જોટવાની નિર્દોષતા માટે સર્વે સમાજનું સમર્થન
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં મનરેગા કૌભાંડ મામલે આહીર સમાજના આગેવાન હીરાભાઈ જોટવાની તરફેણમાં લોકોએ આવેદનપત્ર આપ્યું છે. પ્રભાસ પાટણ પોલીસે હીરાભાઈને પૂછપરછ માટે બોલાવ્યા બાદ તેમની અટકાયત કરી હતી. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે મનરેગા કૌભાંડમાં હીરાભાઈ કે તેમના પરિવારની કોઈ સીધી સંડોવણી નથી. જે પેઢીમાં કૌભાંડ થયું તેમાં તેઓ કે તેમનો પરિવાર માલિક કે ભાગીદાર નથી. આમ છતાં, એક વ્યક્તિના કહેવાથી તેમની સામે ઋઈંછ નોંધવામાં આવી છે. ઉનાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશની આગેવાનીમાં આપવામાં આવેલા આવેદનપત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે હીરાભાઈ અને તેમના પુત્રની ધરપકડ રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવી છે. તેમના જાહેરજીવનને ખતમ કરવા માટે વ્યવસ્થિત ષડયંત્ર રચવામાં આવ્યું છે. કોંગ્રેસના સંમેલનમાં પુંજાભાઈ વંશે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ભાજપની કામગીરી પર પણ આંગળી ચીંધી હતી. તેમણે કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવા અને કૌભાંડને લોકો સમક્ષ લાવવાની હાકલ કરી હતી. આવેદનપત્ર આપવામાં કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો પણ ઉપસ્થિતરહ્યાહતા.