ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.31
મોરબી રઘુવંશી સમાજના અગ્રણી સાથે જલારામ ધામ ખાતે અઘટિત ઘટના બની હતી આજે લોહાણા સમાજ અગ્રણીઓએ જઙને આવેદન પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી છે
તા. 29 ના રોજ લોહાણા જ્ઞાતિના આગેવાન અને સેવાભાવી વડીલ ઘનશ્યામ પુજારા સાથે અઘટિત બનાવ બન્યો છે અને તેને હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા છે જે અંગે તેમના પુત્ર પીયુષભાઈ પુજારાએ મોરબી એ ડીવીઝન પોલીસને લેખિત ફરિયાદ આપેલ છે જે ફરિયાદની નકલ આવેદનપત્રમાં સામેલ છે જે ફરિયાદ અનુસંધાને ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે અને કડક પગલા ભરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા મારે લોહાણા સમાજ આંદોલન કરવાની ફરજ પડશે અને તમામ પરિણામની જવાબદારી મોરબી પોલીસની રહેશે જેની નોંધ લેવા જણાવ્યું છે લોહાણા સમાજ અગ્રણી રૂચિરભાઈ કારિયા સહિતનાઓએ જણાવ્યું હતું કે જલારામ જયંતીની શોભાયાત્રા પૂર્ણ થતા જલારામ ધામ પાસે ફટાકડા ફોડવા બાબતે ભાવિન ઘેલાણીએ શોભાયાત્રા સમિતિના સભ્યને બેસાડી રાખ્યા હતા અને સમિતિના આગેવાનોને બોલાવી માફી માંગો તો જવા દઈએ તેમ કહેતા 55 થી 60 યુવાનો વાતચીત કરવા ગયા હતા અને ભાવિનભાઈ અપશબ્દો બોલવા લાગ્યો જેથી મંદિર છે ગાળો ના બોલાય કહ્યું હતું અને ત્યાંથી નીકળી ગયા હતા અને સમાજ અગ્રણી ઘનશ્યામભાઈ પુજારાને પણ સમાચાર મળતા તેઓ મંદિરે ગયા હતા જ્યાં તેને હડધૂત કરી હુમલો કરવામાં આવ્યો હતો મંદિર સંચાલકોએ મંદિરને રાજકીય અખાડો બનાવ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું



 
                                 
                              
        

 
         
         
        