ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.08
રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરૂઘ્ધ ઉચ્ચારણો તેમજ ટિકા ટિપણી મુદ્દો શાંત પડવાનું નામ નથી લેતો ત્યારે જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના ભાટી રાજપૂત સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાના નિવેદનને વખોડીને આજરોજ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. જેમાં ભાટી રાજપુત સમાજ ચૂંટણી બહિષ્કાર કરવાની મેન સાથે આવેદન આપીને પુરૂષોતમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગ કરી હતી અને ક્ષત્રિય સમાજને ન્યાય સાથે અમારી લાગણીને માન આપીને પ્રધાનમંત્રી રૂપાલાની ટિકીટ રદ્દ કરે તેવી ઉગ્ર માંગ સાથે આવેદનપત્ર આપ્યુ હતુ.