વૅક્સિનેશન સેન્ટર જઇને ઑન સાઇટ રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
ખાસ-ખબર સંવાદદાતા
વેક્સિનેશનને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. હવે કોરોના વેક્સિનેશનના રજિસ્ટ્રેશન માટે તમામ જિલ્લાઓમાં છુટ આપી દેવામાં આવી છે. જેમાં ઓનલાઈન કે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનની છૂટ મળતા કોઈ પણ વ્યક્તિ ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરીને વેક્સિન લઈ શકશે. રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિને આધારે વેક્સિન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે કેન્દ્રના સહયોગથી 20 જૂનથી વેક્સિનેશનનો વ્યાપ વધશે.