વિવિધ માંગણીઓને લઇ ઉકેલ આવતા આંદોલનનાં મંડાણ
ખાસ-ખબર સંવાદદાતા
વંથલી નગર પાલીકાનાં કાયમી કર્મચારીઓની વિવિધ માંગણીઓ ન સંતોષા આંદોલનનાં મંડાણ કર્યાં છે અને હડતાળ ઉપર ઉતરી ગયા છે.
- Advertisement -
એક તરફ જયારે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે વંથલી નગર પાલિકાનાં કાયમી સફાઇ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જતા રહેતા શહેરમાં ગંદકીના ગંજ ખડકાતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ ગઇ છે. સફાઇ કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને નગર પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને સંબોધી લેખિત માંગણીઓ કરી હતી, જેમાં 48 ટકા મહેકમ નાબુદ કરવા સહીતની અનેક માંગણીઓને લઇને રજુઆત કરવામાં આવી હતી. પણ હજુ સુધી તેમની માંગણીઓનો કોઇ ઉકેલ ન આવતાં અંતે કર્મચારીઓ હડતાળ પર જતાં શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાઇ ગયું છે. આગામી સમયમાં દિવાળીના તહેવારો નજીક હોય લોકોમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે તેમજ આ આંદોલનનો તરત ઉકેલ આવે તેવી લોકો આશા રાખી રહ્યા છે. કાયમી સફાઇ કર્મીઓના આંદોલનને પગલે ગંદકીના ગંજથી રોગચાળો ફેલાવાની દહેશત પણ જોવા મળી રહી છે. દિવાળીના દિવસો હવે નજીક જ છે અને રોજગારી સમયે જ માગો ઉપર કુડો કચરો ફેલાયેલો હોય વેપારીઓમાં પણ ભારે રોષ વ્યાપ્યો હતો.