રોડની ખરાબ હાલત ઉપરાંત પાણી ભરાવા સહિતના પ્રશ્ર્ને સ્થાનિકોએ રોડ બ્લોક કરીને નારા લગાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.10
મોરબીમાં પાયાના પ્રશ્ર્ને પ્રજા હવે જાગી હોય તેમ એક પછી એક જગ્યાએ જન આંદોલનો શરૂૂ થઈ રહ્યા છે. આજે સાંજે પંચાસર રોડ ઉપર સ્થાનિક લોકોએ એકત્ર થઈને ચક્કાજામ શરૂૂ કર્યું છે.
- Advertisement -
સ્થાનિકોના જણાવ્યા અનુસાર પંચાસર રોડ મોરબીનો એક મુખ્ય રોડ ગણાય છે. આ રોડની હાલત અત્યારે બદતર છે. ચોમાસામાં ઢીચણ સમા પાણી ભરાય છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી. ઉપરાંત રોડ ઉપર ખાડાઓ છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત લાઈટ સહિતની પણ અનેક સમસ્યાઓથી સ્થાનિકો પીડાઇ રહ્યા છે. ત્યારે આજે રોડ ઉપર સ્વેચ્છાએ બધા લોકોએ એકત્ર થઈને ચક્કાજામ કર્યો છે. હજુ પણ જો તંત્ર દ્વારા આ રોડ ઉપર કામગીરી કરવામાં નહીં આવે, તો આનાથી આગળ પંચાસર ચોકડીએ ચક્કાજામ કરીને ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.