શ્રાવણ વદ અમાસની ઉજવણી ભાદરવી અમાસ તરીકે કરવામાં આવે છે. આ દિવસને પિતૃ તર્પણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારે આજના દિવસે રામનાથ મહાદેવ મંદિરમાં ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. ભાવિકોએ પિતૃ તર્પણ માટે પીપળે પાણી રેડ્યું હતું. આજના દિવસે પીપળે પાણી પીવડાવવાનું મહત્વ રહેલુ છે આજે સવારે શહેરના અલગ અલગ મંદિરોમાં લોકોએ પોતાના પરિવારની સુખાકારી અને પિતૃ તર્પણ માટે પીપળે પાણી રેડયું હતું. તે સાથે શનિવારે હનુમાનજીને ભજવાનો અને શનિવારી અમાસ હોય શનિદેવની પણ પૂજા થશે અને સર્વપિતૃ અમાસે પિતૃઓનું સ્મરણ થશે. આમ, ત્રણ પર્વનો અનેરો સંગમ થયો છે.
શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સહિત તમામ શિવમંદિરોમાં ભાવિકોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી છે. ભોળાનાથની શ્રાવણી પૂજાનું સમાપન થશે. જ્યારે આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ હોવાથી રામનાથ મહાદેવ મંદિરેથી વરણાંગી નીકળશે.