ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ આર.ટી.ઓ અને ટ્રાફિક વિભાગના સંયુક્ત ઉપક્રમે દર્શન એન્જિનિયરીંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં રોડ સેફ્ટી વિષયક જન-જાગૃતિ આવે તે હેતુસર રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને સીટબેલ્ટ, હેલ્મેટ, ટ્રાફિકના નિયમો અને શહેરમાં આવેલા બ્લેક સ્પોટ બાબતે જાણકારી પૂરી પાડીને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા જણાવાયું હતું. આ તકે આર.ટી.ઓ અધિકારી કેતન ખપેડે વધુ પડતી વાહનની સ્પીડ અકસ્માતમાં પરિણમી શકે છે ત્યારે નાગરીકઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરીને, ઓવર સ્પીડમાં વાહન ચલાવવાનું ટાળીને અકસ્માત બાબતે ગંભીર થવા જણાવ્યું હતું. તેમજ ટ્રાફિક ડી.સી.પી.રી પૂજા યાદવ, એ.સી.પી. જે.બી.ગઢવી અને રોડ સેફ્ટી સલાહકાર જે.વી.શાહે પણ વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી અંગે જરૂરી સુચનો અને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
જનતાએ સાવચેતી પૂર્વક વાહન ચલાવી અકસ્માત બાબતે ગંભીર થવાની જરૂર: RTO કેતન ખપેડ
