મોબિક્વિક એપ અપડેટ દરમિયાન સિક્યોરિટી ચેક ડિસેબલ: યુઝર્સે ₹40 કરોડ ઉપાડી લીધાં
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
હરિયાણામાં ગુરુગ્રામ સ્થિત ડિજિટલ પેમેન્ટ કંપની મોબિક્વિકના ખાતામાંથી ₹40 કરોડના ગેરકાયદેસર ઉપાડની તપાસ ચાલી રહી છે. આ ગેરકાયદેસર વ્યવહારોએ નુહ, પલવલ અને ગુરુગ્રામ જિલ્લાના ઘણા લોકોને રાતોરાત કરોડપતિ બનાવી દીધા. કંપની હવે તેના પૈસા પાછા મેળવવા માટે રિકવરી કેમ્પનું આયોજન કરી રહી છે. કંપનીની ફરિયાદના આધારે, ગુરુગ્રામના સેક્ટર 53 પોલીસે નુહથી પાંચ અને પલવલથી એકની ધરપકડ કરી હતી. તે બધા કંપનીની એપના યુઝર્સ હતા. કંપનીએ અત્યાર સુધીમાં આશરે 2,500 એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે, જેમાંથી મોટાભાગના વેપારીઓ અને દુકાનદારોના છે. સૌથી વધુ રકમ નુહ જિલ્લામાંથી ઉપાડવામાં આવી હતી. કંપનીએ 23 સપ્ટેમ્બર સુધી નુહ મીની સચિવાલયના રૂમ નંબર 428માં એક કેમ્પ સ્થાપ્યો છે. જેમણે પોતાના પાકીટમાંથી પૈસા ઉપાડ્યા છે તેમને એક તક આપવામાં આવી છે. જો તેઓ પૈસા પરત કરવામાં નિષ્ફળ જાય તો FIR દાખલ કરવામાં આવશે.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, સોફ્ટવેર અપડેટ દરમિયાન ભૂલ થઈ હતી, જેના કારણે સુરક્ષા તપાસ અક્ષમ થઈ ગઈ હતી. કંપનીની વાર્ષિક મીટિંગ થવાની હતી, ઓડિટ ચાલી રહ્યું હતું અને ટેકનિકલ ટીમ રાત્રે કામ કરી રહી હતી. આ સમયે સિસ્ટમ નિષ્ફળ ગઈ. કંપનીની ટેકનિકલ ટીમ તપાસ કરી રહી છે.
કંપનીએ સ્ટોક એક્સચેન્જને લખ્યું – કંપનીના કર્મચારીઓ વચ્ચે કોઈ મિલીભગત નહોતી મોબિક્વિકે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ સમક્ષ આ નાણાકીય અનિયમિતતા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડ્યું છે. SEBI શેરબજાર અને નાણાકીય બજારોનું નિરીક્ષણ અને નિયમન કરે છે. SEBI ને લખેલી બે પાનાની નોટિસમાં કંપનીએ દાવો કર્યો હતો કે આ બાબતમાં કોઈ કર્મચારી સામેલ નથી.
મોબિક્વિકે એક સોફ્ટવેર અપડેટ બહાર પાડ્યું જે ટેકનિકલ ખામીને કારણે સુરક્ષાને બાયપાસ કરે છે. આનો અર્થ એ થયો કે એપ અપડેટ દરમિયાન સુરક્ષા તપાસ અક્ષમ કરવામાં આવી હતી, જેના કારણે ત્રણ પગલાં ખુલ્લા રહ્યા. આના પરિણામે વ્યવહારો નિષ્ફળ ગયા હોવા છતાં સફળ દેખાતા હતા. જ્યારે યુઝર્સ પાસે પૂરતું બેલેન્સ ન હતું ત્યારે પણ પૈસા ટ્રાન્સફર થઈ રહ્યા હતા. જ્યારે યુઝર્સે ખોટો ઞઙઈં પિન દાખલ કર્યો હતો ત્યારે પણ વ્યવહારો સફળ રહ્યા હતા.