રામ કી પૈડી અને અન્ય ઘાટો પર શ્રદ્ધાળુઓ ઘેર બેઠા દિપોત્સવમાં જોડાઈને ડિઝિટલ દીવો પ્રગટાવશે: ઈ-દીપ પ્રાગટય માટે 51 રૂપિયાથી 1100 રૂપિયાના પેકેજ: ઈ-દીપ પ્રાગટયમાં જોડાનાર શ્રદ્ધાળુને દીવો, એલચીના દાણા, લાડુ, રામ મંદિરનું મોડેલ વગેરે સ્મૃતિ ચિહન રૂપે મોકલાશે
દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓને અયોધ્યાના દીપોત્સવ સાથે જોડવા માટે આ વર્ષે ઈ-દીપોત્સવનો ખાસ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. જેને અયોધ્યા વિકાસ ઓથોરિટીએ હોલી અયોધ્યા પોર્ટલ (http:/holyayodhya.com/) સાથે જોડયું છે. ગુગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી તેની સાથે શ્રદ્ધાળુ જોડાઈ શકે છે. અયોધ્યાના ડેપ્યુટી ડાયરેકટર (પર્યટન) આર.વી.યાદવના જણાવ્યા મુજબ આ ઈ-દીપોત્સવમાં પેકેજ બુક કરાવીને ઈ-દીવડાની ખરીદીની વ્યવસ્થા કરાઈ છે
- Advertisement -
જેનાથી અયોધ્યામાં થઈ રહેલા દીપોત્સવમાં કોઈપણ સ્થળે ઘરબેઠા શ્રદ્ધાળુ ડિઝીટલ દીવો પ્રગટાવી શકશે. ડેપ્યુટી ડાયરેકટર (પર્યટન) એ જણાવ્યું છે કે ‘દીપ પ્રગટાવો પુરસ્કાર જીતો’ વ્યવસ્થા પહેલીવાર કરવામાં આવી છે. ઈ-દીવા માટે જે પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં 1 દીવા માટે 51 રૂપિયા, 11 દીવા માટે 101 રૂપિયા 21 દીવા માટે 501 રૂપિયા, 51 દીવા માટે 1100 રૂપિયાના પેકેજ છે. બુકીંગ કરાવી શ્રદ્ધાળુ પોતાનો દીવો આરક્ષિત કરી શકે છે એટલે કે દિવાળીએ 11મી નવેમ્બરે શ્રદ્ધાળુ પોતાના ઘરમાં જ અહીં રામ કી પૈડી, સરયુના ઘાટો ઉપરાંત મઠ મંદિરો અને ધાર્મિક સ્થળો પર કલીક કરીને પ્રજવલિત કરી શકે છે.
આ સાથે જ તેમને પેકેજ મુજબ એલચીના દાણા કે લાડુનો પ્રસાદ, રામ મંદિરનું મોડેલ, રાજીનામી ગમચા, રામ દરબાર વગેરે સ્મૃતિ ચિહનના પુરસ્કાર, સન્માન તરીકે શ્રદ્ધાળુના સરનામે કુરિયરથી મોકલવામાં આવશે. માત્ર ગ્રીન આતશબાજી: ડે. ડાયરેકટર યાદવના અનુસાર આતિશબાજી પર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર હવે દીપોત્સવમાં ગ્રીન અને પ્રદુષણ મુક્ત અતિશબાજીનો શો કરવામાં આવશે. લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
પર્યટન વિભાગ પણ પોતાના સ્તરે પણ 100થી વધુ મંદિરોમાં લગભગ 7 લાખ દીવ પ્રગટાવી રહ્યા છે. આ વ્યવસ્થામાં મંદિરો અને એનજીઓને દીવડાનું વિતરણ પણ બે દિવસથી ચાલી રહ્યું છે. અવધ યુનિવર્સિટીના વી.સી. પ્રો. પ્રતિભા ગોયલના અનુસાર 51 ઘાટો અને રામ કી પૈડી પર 24 લાખ દીવા મંગળવારે પહોંચાડવામાં આવ્યા હતા. તેમાંથી 70 ટકા દીવાને સજાવવામાં આવ્યા છે. 9 નવેમ્બર સુધી દીવાની સજાવટનું કામ ચાલશે. 11 નવેમ્બરે બપોર સુધીમાં દીવામાં સરસવનું તેલ નાખવાનું કામ પુરું કરી લેવામાં આવશે.