રસ્તાનું કામ છેલ્લા 25 દિવસથી અટકેલું, તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.10
મોરબીના નવલખી રોડ પર આવેલ નીલકંઠ રેસિડેન્સી પાસે રસ્તાનું કામ છેલ્લા 25 દિવસથી અટકી પડ્યું હોવાથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. આ કારણે રોડ પર મોટા ખાબોચિયા ભરાઈ ગયા છે, જેનાથી આસપાસના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આસપાસના રહીશો દ્વારા તંત્ર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ, રસ્તા પર પાણી ભરાઈ રહેવાથી વાહનચાલકો અને રાહદારીઓને અવર-જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ ભરાયેલા પાણીમાં અનેક લોકો પડી ગયા છે અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
- Advertisement -
રહીશોએ તાત્કાલિક ધોરણે રસ્તાનું અટકેલું કામ ફરી શરૂ કરવા અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે તંત્રને વિનંતી કરી છે, જેથી લોકોની મુશ્કેલીઓનો અંત આવે અને અકસ્માતો અટકાવી શકાય.