મનપાની ઝુંબેશ છતાં મુખ્ય માર્ગો પર પશુઓનો ત્રાસ યથાવત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
શહેરમાં ઠેરઠેર રખડતા ઢોરના કારણે અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. મનપા બન્યા બાદ તંત્રે ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરી હોવા છતાં મુખ્ય માર્ગો સહિત સોસાયટીઓમાં ઢોરનો જમાવડો યથાવત જોવા મળી રહ્યો છે.
- Advertisement -
ઉપાસના સર્કલ, બસ સ્ટેન્ડ રોડ, કોલેજ રોડથી ટાવર સુધીના મુખ્ય માર્ગો પર ઢોર અડિંગો જમાવતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઉભું થાય છે. રાત્રિના સમયે પણ ગણપતિ ફાટસર વિસ્તારો તથા આસપાસની સોસાયટીઓમાં ઢોર ઘૂસી જતા રહેવાનોમાં અકસ્માતનો ભય વ્યાપી રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા માંગ ઉઠી છે કે તંત્ર કડક પગલાં લઇને રખડતા ઢોરની સમસ્યા હલ કરે જેથી કોઈ મોટી દુર્ઘટના ન બને.