સુલભ શૌચાલય બહાર સફાઇના અભાવે પ્લાસ્ટિક સહિતના કચરાના ઢગલા થઇ ગયા
ખાસ-ખબર સંવાદદાતા
જ્યાં સ્વસ્છતા ત્યાં પ્રભુતા…..આ પંક્તિ કદાચ તંત્રને સાવ ભૂલાઈ ગઈ હોય તેવું લાગે છે. કારણ કે, શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જામે છે. તે જગજાહેર છે પરંતુ ત્યાં જતા રસ્તા પર આવેલા સુલભ શૌચાલયની બહાર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.
- Advertisement -
શૌચાલય બહાર પ્લાસ્ટિક સહિતના કચરાથી ખદબદી રહેલા કચરા અને ગંદકીના ગંજથી વાતાવરણમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. આ રસ્તા પરથી મંદિરે દર્શન માટે જતા ભાવિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ ઉપરાંત ગંદકી પણ ફેલાતા અહીં રોગચાળાનો ભય ફેલાયો છે.




