રખડતા ઢોર, શ્વાન, ભૂગર્ભ ગટર ખાડા, પાણી સહિત સમસ્યા
યોજનાની કામગીરીની ગોકળ ગતિથી લોકોને મુશ્કેલી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહા નગરપાલિકાની મહા સમસ્યા જોવા મળી રહી છે 1 નહિ 2 નહિ 3 નહિ અનેક સમસ્યાથી ઘેરાયેલ જોવા મળી રહી છે.હાલ મહા નગરપાલિકા દ્વારા જે કામ ચાલી રહ્યું છે તે ગોકળ ગતિ થી ચાલી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે જેના લીધે શહેરીજનો અનેક સમસ્યાથી પરેશાન જોવા મળી રહ્યાછે જેમાં રખડતા ઢોર સાથે શહેરમાં શ્વાન નો આંતક અને શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ખાડા અને ગંદકી સહીત ઉનાળો શરુ થતા પાણી સમસ્યા ઉભી થઇ છે.
જૂનાગઢ મહા નગર પાલિકા દ્વારા જનરલ બોર્ડ માં યોજના ને મંજૂરી ની મોહર મારવામાં આવેછે અને વિકાસ ની વાતો થાય છે પણ સમસ્યા ઠેર ની ઠેર જોવા મળેછે જેમાં પેહલા વાત કરીયે તો ભૂગર્ભ ગટર યોજનાનું કામ જે ગતિ થી થવું જોઈએ તે ગતિથી થતું નથી વર્ષો થી કામ ચાલી રહ્યું છે અને શહેરમાં અનેક જગ્યા એ ખુલ્લા ખાડા ના લીધે લોકો તેમાં પડી રહ્યા છે જેમાં એક યુવક નું મૃત્યુ પણ નિપજયું હતું એજ રીતે શહેરમાં રખડતા ઢોર હજુ જોવા મળી રહ્યાછે અને માર્ગો પર અડિંગો જમાવી બેઠા જોવા મળે છે અને અનેક લોકોને હડફેટે લીધા હોઈ તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે ત્યારે રખડતા ઢોરની હડફેટે આવતા અનેક લોકો હોસ્પિટલ ભેગા થયા છે એજ રીતે શહેરમાં રખડા શ્વાનના લીધે લોકો પરેશાન છે રોજ બરોજ રસ્તે ચલતા રાહદારીઓ શ્વાનનો શિકાર બની રહ્યા છે જેમાં મનપા દ્વારા શ્વાન ખસ્સી કરણની કામગીરી થઇ રહી હોવાના દાવા કરેછે પણ માત્ર કાગળ પર યોજના જોવા મળી છે કોઈ નક્કર આયોજન થતું નથી જેના લીધે અનેક લોકો રખડતા શ્વાનનો ભોગ બની રહ્યા છે.
જૂનાગઢ મનપા દ્વારા પાણી આપવાના દાવા તો કરી રહ્યાછે પણ દર બે ત્રણ દિવસે પાણી વિતરણ થઇ રહ્યું છે એ પણ પુરા ફોર્સ થી મળતુંનો હોવાને કારણે મહિલા હવે મનપા કચેરી સુધી પોહચી પાણી આપો પાણી આપોના નારા લગાવી રહી છે ક્યાંક મહિલાઓ સ્થાનિક રોડ રસ્તા અને પાણીની સમસ્યાને લીધે રસ્તા પર ઉતરી આવી હતી અને મનપાની કામગીરી મુદ્દે સવાલો ઉભા કર્યા છે.
- Advertisement -
મનપા વિપક્ષ સભ્યની માંગ
જૂનાગઢ શહેરનાં વોર્ડ નં.6નાં કોંગ્રેસ સભ્ય લલીત પરસાણાએ એવી માંગ કરી હતી કે, શહેરમાં રખડતા ભટકતા શ્ર્વાનના ત્રાસથી લોકો ઇજા ગ્રસ્ત થઇ રહ્યા છે. તેની સાથે લોકોને બહાર નિકળવુ મુશ્કેલી બન્યુ છે. ત્યારે 2001માં એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ અમલમાં આવ્યો છે. જો કે, 20 વર્ષ પછી પણ જૂનાગઢ મહાનગરપાલિકા તેની અમલવારી કરાવી શકી નથી. અનેક વખત શ્ર્વાનના ખસીકરણ માટેનું બિલ્ડીંગ ફેરવવામાં આવ્યુ છે. હાલ જયારે ઇવનગર ખાતે શ્ર્વાનના ખસીકરણ માટે બિલ્ડીંગ બની ગયુ છે. ત્યારે તે બિલ્ડીંગમાં શ્ર્વાનને પકડવાના પાંજરા ધૂળ ખાઇ રહ્યા છે અને સુરતમાં બનેલી એક ઘટનામાં શ્ર્વાન દ્વારા બાળકીને ફાળી ખાતા તેનું મૃત્યુ નિપજયુ છે. ત્યારે સુરત જેવી ઘટના જૂનાગઢમાં ન બને તેના માટે મનપાના સત્તાધીશો જાગૃતી દાખવીને વ્હેલી તકે શ્ર્વાનની યોજનાની અમલવારી તૂરંત કરાવે તેવી માંગ ઉઠી છે.
મનપાના વિભાગો ઇન્ચાર્જ પર
જૂનાગઢ મહાનગરપાલિકામાં અનેક વિભાગો ઇન્ચાર્જ પર ચાલી રહ્યા છે તેની સાથે કેટલાક અધિકારીઓ પાસે અનેક વિભાગનો હવાલો સોંપ્યો છે. ત્યારે હાલ મહાનગરપાલિકામાં અધિકારી અને સ્ટાફની અછતના લીધે શહેરમાં અનેક યોજનાઓ ગોકળ ગતિથી ચાલી રહી છે. જેના લીધે શહેરીજનો મુશ્કેલીનો સામનો કરી રહી છે. ત્યારે મહાનગરપાલિકામાં આવેલ અનેક વિભાગોમાં કવોલીફાઇડ અધિકારીની નિમણુંક કરી શહેરમાં ચાલતી અનેક યોજનાને તાત્કાલકી પૂર્ણ કરી કામમાં ગતિ લાવવાની લોકોમાંથી માંગ ઉઠી છે.