સુરતમાં તક્ષશિલા આર્કેડ આગ હોનારત કેસમાં 13 આરોપીઓ સામે ચાર્જફ્રેમની પેન્ડિંગ કાર્યવાહી પૂરી: વધુ સુનાવણી 5મી જુલાઈ સુધી મોકુફ
સુરતના બહુચર્ચિત તક્ષશિલા આર્કેડ આગ હોનારત કાડમા સંડોવાયેલા કુલ 14 પૈકી 13 આરોપીઓ વિરુદ્ધ આજે લાબા સમયથી પેન્ડિંગ રહેલી ચાર્જફ્રેમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.એડીશ્નલ સેશન્સ જજ ડી.પી.ગોહીલ એ આ કેસમાં સહ આરોપી સુરત મહાનગર પાલિકા ના આરોપી અધિકારી અતુલ ગોરસાવાલાની ડીસ્ચાર્જ અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ હોઈ તેમની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી મોકકુફ રાખી છે.કોર્ટ આ કેસની વધુ કાર્યવાહી આગામી 5 જુલાઈ સુધી મુલત્વી રાખી છે.
આજથી બે વર્ષ પહેલા સુરતના સરથાણાની તક્ષશિલા આર્કેડ બિલ્ડીંગના ગેરકાયદે ડોમા લાગેલી ભીષણ આગમા 22 જેટલા વિદ્યાર્થીઓનુ આગમા ભુજાઈ જવાથી તથા કૂદી પડવાથી મોત નિપજ્યું હતુ. જેથી સુરત ક્રાઈમ બ્રાચે બિલ્ડીંગના બિલ્ડર્સ દિનેશ વેકરીયા,જીગ્નેશ પાઘડાળ,હરસુખ વેકરીયા,રવિન્દ્ર કહાર, નાટા ટ્યુશન કલાસીસના સંચાલક ભાર્ગવ બુટાણી સુરત મહાનગરપાલિકાના આરોપી અધિકારી પરાગ મુનશી, હીમાશુ ગજ્જર,વિનુ સોલંકી, અતુલ ગોરસાવાલા, ફાયર વિભાગના કીર્તિ મોડ, સંજય આચાર્ય તથા દક્ષિણ ગુજરાત વીજકંપનીના અધિકારી દિપક નાયક સહીત 14 આરોપીઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધના ગુનાઈત કારસા અંગે ફરિયાદ નોધી આરોપીઓને જેલભેગા કર્યા હતા. હાલમાં આ કેસના આરોપીઓ સામે ચાર્જ ફ્રેમની લાબા સમયથી પેન્ડિંગ કાર્યવાહી આજે પુરી થવા પામી હતી.આરોપી અતુલ ગોરસાવાલાની સામે ચાર્જ ફ્રેમની કાર્યવાહી બાકાત રાખી કોર્ટ સમક્ષ ઉપસ્થિત બાકીના 13 આરોપીઓ વિરુદ્ધ આજે તહોમતનામુ ઘડવામાં આવ્યું હતુ. ત્યારબાદ કોર્ટે આ એ કેસના આરોપીઓ વિરુદ્ધની વિધીવત ન્યાયિક કાર્યવાહીઆગામી 4 જૂલાઈ સુધી મુલત્વી રાખી છે.