6 કી. ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.14/12/2023ના રોજ રાજકોટ મહાનગર પાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 24 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 6 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું. રાજકોટ મહાનગર પાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ નં.02, 03, 07, 13, 14 તથા 17ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકોને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન મધ્ય ઝોન વિસ્તારમાં કુલ-6 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ અને 1 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ.રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પશ્ચિમ ઝોનના વોર્ડ નં.01, 08, 09, 10, 11 તથા 12 ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
જે દરમ્યાન પશ્ચિમ ઝોન વિસ્તારમાં કુલ-10 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ અને 5 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ.
રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પુર્વ ઝોનના વોર્ડ નં.04, 05, 06, 15, 16 તથા 18 ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન પૂર્વ ઝોન વિસ્તારમાં કુલ-8 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ અને 0 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યા હતાં.