આજે સુપ્રિમ કોર્ટમાં પેગાસસ કેસમાં ટેકનિકલ કમિટિ દ્વારા મોકલવામાં આવેલ રિપોર્ટ પર સુનાવણી કરી હતી. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કમિટિએ 29 મોબાઇલ ફોન આપ્યા હતા, જેમાં 5માં મૈલવેયર છે, પરંતુ આમાં કોઇ જાસુસી કરવામાં આવી છે એવું કહી શકાય નહીં.
સીજેઆઇ રમન્નાએ કહ્યું કે, પેગાસસ કેસમાં બનેલી જસ્ટિસ રવીન્દ્રની રિપોર્ટને ગુપ્ત રાખવાની જરૂર નથી. જો કે આ પર વકીલ કપિલ સિબલ્લએ આપત્તિ દર્શાવતા કહ્યું કે, અદાલત પૂરી રિપોર્ટ આપી કારણકે ગોપનીયતાને લઇને ચિંતા છે. પરંતુ મારા પક્ષકારોએ પોતાના ફોન આપી દીધા છે. પરંતુ એમાં કોઇ મૈલવેયર હતો તો અમને જણાવવું જોઇએ.
- Advertisement -
રિપોર્ટને સાર્વજનિક કરવો જોઇએ નહીં
આ કમિટિએ સુચવ્યું કે, રિપોર્ટનું વિવરણ સાર્વજનિક ડોમેનમાં પ્રકાશિત કરવામાં આવે નહીં. આ સુચના અપરાધિઓને કાનૂન પ્રવર્તન તંત્રને બાયપાસ કરવાની અનુમતિ આપી શકે છે. આની સાથે જ ઓપરેટિંગ સિસ્ટમના વિશે વધુ જાણકારીથી બીજા નવા વાયરસ બની શકે છે. નવા મૈલવેયર બનાવવા માટે સામગ્રીનો દુરપયોગ થઇ શકે છે.
સાઇબર સિક્યોરિટી મજબૂત કરવાની સલાહ
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, 29 મોબાઇલ ફોનમાંથી 5માં મૈલવેયર વાયરસ જોવા મળ્યો છે, પરંતુ આ પરથી એ કહી શકાય નહીં કે, પેગાસસ સ્પયવેર છે. સીજેઆઇના રિપોર્ટને વાંચીને તેમણે 6 નિર્દશ સૂચવ્યા. સમિતિએ સૂચવ્યું કે, કાયદામાં ફેરફાર કરીને તેને કડક બનાવવામાં આવે. સાઇબર સિક્યોરિટીને મજબૂત કરવામાં આવે. આી સાથએ જ સીજેઆઇએ કહ્યું કે, રિપોર્ટ સાર્વજનિક પબ્લીસ કરવામાં નહીં આવે. નાગરિકો પાસે આવી ગેરકાનુની સર્વિલાંસ સામે ચોક્કસ ઢબે ફરિયાદ કરવાની ચોક્કસ પદ્ધતિ હોવી જોઇએ.
- Advertisement -
સીજેઆઇ રમન્નાની બેંચએ કરી સુનાવણી
પેગાસસ કેસ પર CJI જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેંચએ સુનાવણી કરી છે. આ પીઠએ ટેકનિકલ કમિટી બનાવી હતી. આ કમિટિએ કેટલાય ટેકનિકલ મુદા પર તપાસ કરી છે. તપાસ પડતાળના દરમ્યાન કમિટિએ 29 સાધનો અને 6 ગવાહ આપનારની તપાસની વાત કરી છે.
શું છે સમગ્ર કેસ?
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે વર્ષ 2019માં ભારતમાં ઓછામાં ઓછા 1400 લોકોના પર્સનલ ફોન અને સિસ્ટમની જાસુસી કરવામાં આવી હતી. જેમાં 40 પ્રખ્યાત પત્રકાર, વિપક્ષના ત્રણ મોટા નેતા, સંવૈધાનિક પદ પર બેઠેલા એક મહાનુભવ, કેન્દ્ર સરકારના બે મંત્રી, સુરક્ષા એજન્સીઓના કેટલાય મોટા ઓફિસર, દિગ્ગજ બિઝનેસમેનનો પણ સમાવેશ થાય છે. ઘણા હંગામા પછી આ કેસ સુપ્રિમ કોર્ટ પહોંચ્યા હતા. જેથી આ કેસની નિષ્પક્ષ તપાસની માંગણી ઉઠી છે.
શું છે પેગાસસ?
પેગાસસ એક જાસૂસી સોફ્ટવેરનું નામ છે. જેના કારણે તેને એક સ્પાઇવેર પણ કહેવામાં આવે છે. જે ઇઝરાયલી સોફ્ટવેરની કંપની NSO Groupએ બનાવ્યો છે. પેગાસસ એક જાસૂસી સોફ્ટવેર છે, જે ટાર્ગટના ફોનમાં જઇને ડેટા લઇને તેને સેન્ટર સુધી પહોંચાડે છે. આ સોફ્ટવેર ફોનમાં ફોન સર્વિલાંસ ડિવાઇઝના રૂપે કામ કરે છે. જેને એન્ડ્રોયડ અને આઇઓએસ બંન્નેને ટાર્ગટ કરી શકે છે.