આઠથી વધુ ગામના ગ્રામજનો આ રોડ પર નીકળવા મજબૂર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાથી કુડા તરફનો રોડ અતિ બિસ્માર નજરે પડે છે. જેના લીધે કુડા સહિત કુલ આઠ ગામના ગ્રામજનોને અહીંથી નીકળવા માટે ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. આ સાથે કચ્છના નાના રણમાં ઉત્પાદન થતું મીઠું કુડાના રણમાંથી લાવવા માટે પણ આ એક માત્ર રોડ છે જેના પરથી પસાર થવું પડે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી રોડ પર ખાડારાજ હોવાને લીધે નાના વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે કુડા, કોપરણી, જેસડા, એજાર, વિરેન્દ્રગઢ સહિતના ગામોના ગ્રાજનો દ્વારા સત્વરે બિસ્માર રોડની સમારકામ કરવા ઉગ્ર માંગ કરી છે.