પાવરગ્રીડ કંપનીના કર્મચારી દ્વારા રોડની વચોવચ ટ્રેકટર ઊભું રાખતા અકસ્માત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામે પાવરગ્રીડ કંપનીના કર્મચારી દ્વારા બેદરકારીને લઈ એક આધેડનું મોત નીપજ્યું હતું. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામે રહેતા ઈસ્માઈલભાઈ જુસબભાઈ સિપાઈ પોતાનું બાઈક લઈને ધ્રાંગધ્રા હાઇવેથી ધ્રુમઠ ગામ તરફ જવાના સિંગલ પટ્ટી રોડ પર નીકળતા રોડના વણાંકમાં પાવરગ્રીડ કંપનીન કર્મચારીઓ દ્વારા વીજપોલની કામગીરી કરતા હોય ટ્રેક્ટર તથા જનરેટર રોડ પર વચોવચ રાખી રાહદારીઓને કામ ચાલુ હોવાની જાણ થાય તે પ્રકારના સાઈન બોર્ડ કે બેનર લગાવ્યા વગર બેદરકારી દાખવી કામ ચાલુ હોય જે ટ્રેક્ટર સાથે આધેડનું બાઈક અથડાતા આધેડને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને લઇ તાત્કાલિક ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી તબીબ દ્વારા આધેડને મૃત જાહેર કરતા મૃતક આધેડના કૌટુંબિક ભત્રીજા આશિફભાઈ રસુલભાઈ સિપાઈ દ્વારા ખાનગી કંપનીના કર્મચારી દ્વારા બેદરકારી દાખવી રોડ વચોવચ ટ્રેક્ટર ઊભું રાખવા બદલ ચાલક વિરુધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.



 
                                 
                              
        

 
         
         
        