ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે પીસીબીની ટીમે 97 હજારનો દારૂ ભરેલી કાર સાથે બુટલેગરને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જયારે એલસીબી ઝોન 2ની ટીમે 48 ચપલા, 20 બીયરના ટીન સાથે એક શખ્સને ઝડપી લીધો છે તેમજ આજી ડેમ પોલીસે દારૂના 10 ચપલા સાથે એક શખ્સની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર વિશેષ વોચ રાખી બુટલેગરો ઉપર કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ મયુરભાઈ પાલરિયા, વિજયભાઈ મેતા અને યુવરાજસિંહ રાણાને મળેલી બાતમી આધારે 150 ફૂટ રિંગ રોડ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે દરોડો પાડી શંકાસ્પદ કાર અટકાવી જડતી લેતા તેમાંથી 96,768 રૂપિયાનો 336 દારૂના ચપલા મળી આવતા પોલીસે કાર ચાલક આસ્થા ચોકડી આંબેડકરનગરમાં રહેતા કોન્ટ્રાકટર પ્રકાશ સુરેશભાઈ રાઠોડની ધરપકડ કરી દારૂ, કાર સહીત 3,96,768 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે જયારે એલસીબી ઝોન 2ના પીએસઆઈ રામદેવસિંહ ઝાલાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શક્તિસિંહ ગોહિલ સહિતની ટીમે બાતમી આધારે નાના મવા રોડ લક્ષ્મીનગર આરએમસી ક્વાર્ટરમાં દરોડો પાડી સચિન હસમુખભાઈ પરમારને 14,400 રૂપિયાની કિંમતના 48 દારૂના ચપલા અને 4400 રૂપિયાના 20 બીયરના ટીન સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આજી ડેમ પોલીસ મથકના દેવાભાઇ ધરજીયા સહિતની ટીમે બાતમી આધારે હુડકો ચોકડી પાસે વોચ ગોઠવી સોમનાથ પાર્કના રવિ નાથાભાઈ સિંધવને 1500 રૂપિયાના દારૂના 10 ચપલા સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



