ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં થર્ટી ફર્સ્ટ પૂર્વે સક્રિય થયેલા દારૂના ધંધાર્થીઓ ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન સ્ટાફના કિરતસિહ ઝાલા અને વાલજીભાઇ જાડાને મળેલી બાતમી આધારે જંગલેશ્વર મેઇન રોડ ઉપર હુશેની ચોકમાં વોચ ગોઠવી બાતમીવાડી કાર પસાર થતાં અટકાવી જડતી લેતા તેમાંથી 32,400ની કિમતનો 81 બોટલ દારૂ મળી આવતા મૂળ જામકંડોરણાનો વતની અને હાલ રાણી ટાવર પાસે આવાસ ક્વાટરમાં રહેતા મયંક ઘનશ્યામભાઈ બગથરીયા ઉ.19ની ધરપકડ કરી દારૂ, કાર સહિત 5,32,400નો મુદામાલ કબજે કર્યો હતો.