રાજકોટની હોસ્પિટલોમાં હવે નારીઓની સુરક્ષા સામે પ્રશ્ર્ન
અમદાવાદમાં ગુનો નોંધાયા બાદ વિડીયો રાજકોટના હોવાનું ખૂલ્યું હતું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
યુટ્યુબ અને ટેલીગ્રામમાં એક ચેનલ બનાવી તેમાં મહિલા દર્દીઓની તબીબી ચકાસણી થતી હોય તેવા વીડિયો અપલોડ કરવામાં આવતા હતા. વાયરલ થયેલા વીડિયોમાં ગુલાબી કલરનો બેડ અને તેમાં સુતેલી મહિલાનું તબીબી પરીક્ષણ થતું હોય તેવું જોવા મળ્યું હતું. આ વીડિયો રાજકોટની પાયલ હોસ્પિટલના હોવાનું સામે આવતા રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકનો સ્ટાફ તપાસ અર્થે દોડી ગયો હતો. જે રૂમનો વીડિયો વાયરલ થયો છે તે રૂમમાં પોલીસ તપાસ અર્થે પહોંચે તે પૂર્વે જ સીસીટીવી કેમેરો ત્યાંથી ઉતારી લેવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં પોલીસ પહોંચતા અને હોસ્પિટલમાંથી મહિલાઓના વીડિયો વાયરલ થતા હોવાની જાણ અહીં હાજર દર્દીઓમાં થતા તેઓમાં પણ ફ્ફાટ વ્યાપી ગયો હતો. પોલીસે મૂળ સુધી પહોચવા માટે હોસ્પિટલનું ડીવીઆર કબજે કરી સ્ટાફ્ના નિવેદન નોંધ્યા છે. જો કે આ અંગે અમદાવાદ પોલીસમાં ગુનો નોંધાયો હોય રાજકોટ અને અમદાવાદ સાયબર ક્રાઈમ સંયુક્ત રીતે તપાસ કરવામાં આવશે જરૂર જણાય તો રાજકોટમાં પણ અલગથી ગુનો નોંધવામાં આવશે તેવું ડીવાયએસપીએ જણાવ્યું હતું. રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર અમિત અકબરીએ જણાવ્યું હતું કે, આજે મીડિયાના માધ્યમથી મને જાણ થઇ છે. અમારી હોસ્પિટલના વીડિયો કેવી રીતે વાઇરલ થયા તે મને ખબર નથી. અમારા સીસીટીવી સર્વર હેક થયું હોય તેવું લાગી રહ્યું છે. જોકે, કેમ થયું એ અંગે અમે પણ અજાણ છીએ અને અમે પોલીસને જાણ કરીશું. ફરિયાદ પણ કરીશું જ્યારે રાજકોટની પાયલ મેટરનિટી હોમના ડાયરેક્ટર ડો. સંજય દેસાઈએ કહ્યું હતું કે અમારી હોસ્પિટલ સાથે ઘણા ગાયનેક ડોક્ટર જોડાયેલા છે. આ બધું અમારી જાણ બહાર હતું. અમારા સીસીટીવી કોઈએ હેક કર્યા છે. અમે ફરિયાદ કરવાના છીએ. મહિલાઓને ઈન્જેક્શન મારવાના રૂમમાં સીસીટીવીને લઈ સવાલ કરાતાં તેમણે કહ્યું હતું કે સિક્યોરિટી કારણોસર ત્યાં રાખ્યા છે, પણ ક્યાંય ડિસ્પ્લે કરતા નથી રાજકોટનાં મહિલા ધારાસભ્ય દર્શિતા શાહે કહ્યું હતું કે દરેક ડોકટર પેશન્ટ દર્દીઓની બાબત ગુપ્ત રહે એનું ધ્યાન રાખતા હોય છે. આ કોઈ લેભાગુ તત્ત્વો દ્વારા પૈસાની લાલચે આ કૃત્યુ કર્યું છે, તેને છોડવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના પછી હોસ્પિટલની ભૂમિકા પણ શંકાના દાયરામાં લાગી રહી છે. કારણ કે હોસ્પિટલમાંથી સીસીટીવી કેમેરો દૂર કરી દેવામાં આવ્યો છે. ડોક્ટરોના કહેવા મુજબ જો સર્વર હેક થયી હોય તો રૂમમાંથી હવે કેમેરો દૂર કરવાની જરૂર શા માટે પડી?
હોસ્પિટલના CCTV હેક થયા:
ડો.સંજય દેસાઈનો લૂલો બચાવ
રાજકોટની પાયલ મેટરનિટી હોમના ડાયરેક્ટર ડો. સંજય દેસાઈએ કહ્યું હતું કે અમારી હોસ્પિટલ સાથે ઘણા ગાયનેક ડોક્ટર જોડાયેલા છે. આ બધું અમારી જાણ બહાર હતું. અમારા સીસીટીવી કોઈએ હેક કર્યા છે. અમે ફરિયાદ કરવાના છીએ. મહિલાઓને ઈન્જેક્શન મારવાના રૂમમાં સીસીટીવીને લઈ સવાલ કરાતાં તેમણે કહ્યું હતું કે સિક્યોરિટી કારણોસર ત્યાં રાખ્યા છે, પણ ક્યાંય ડિસ્પ્લે કરતા નથી.
- Advertisement -
થોડા સમય પહેલા CCTVમાં ક્ષતિ સર્જાઈ હતી : હોસ્પિટલના સંચાલિકા પ્રતિક્ષા દેસાઇ
હોસ્પિટલના સંચાલિકા પ્રતિક્ષા દેસાઇએ મહિલાઓના ચેકઅપના વીડિયો વાઇરલ થવા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, દોઢથી બે મહિના પહેલા હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં ટેક્નિકલ ક્ષતિ સર્જાઇ હતી. જે બાદ પાસવર્ડ રિસેટ કરવામાં આવ્યા હતા, આ સમયે અમારા કેમેરાનો ક્ધટ્રોલ હેક થયો હોય તેવી શંકા છે. હોસ્પિટલના સીસીટીવી કેમેરાના પાસવર્ડ ત્રણ ડિરેક્ટરો પાસે જ હોય છે. ગઇકાલે ઘટના બની પછી બીજુ કાંઇ રેકોર્ડ ન થાય તે માટે એડમીન સ્ટાફે આ કેમેરો દૂર કરી દીધો હતો.