કોલેજ રોડ, સબાલપુર ચોકડી સહિતનાં માર્ગો રિપેર કરવામાં આવી રહ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરનાં માર્ગો તુટી ગયા હતાં. હાલ જૂનાગઢ મહનગર પાલીકા દ્વારા રસ્તા ઉપર પેવર રોડની કામગીરી કરવામાં આવી રહી છે.
- Advertisement -
જૂનાગઢમાં ભુગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે. જેના કારણે ચોમાસા પહેલા અનેક રસ્તા ખોદવામાં આવ્યાં હતાં. ચોમાસા પહેલા રસ્તા રિપેર ન થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હાલ જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા રસ્તાઓને પેવરથી મઢવામાં આવી રહ્યાં છે.જૂનાગઢનાં સાબલપુર ચોકડી, કોલેજ રોડ, મધુરમ રોડ સહિતનાં માર્ગોને પેવરથી મઢવામાં આવી રહ્યાં છે. દિવાળી પહેલા જૂનાગઢનાં રસ્તા રિપેર કરવાનું જૂનાગઢ મહાનગર પાલીકાનું આયોજન છે.
જૂનાગઢમાં રસ્તા સારા થતા લોકોને રસ્તાની સમસ્યામાંથી રાહત મળશે.