ફરાર આરોપી અશોક જૈનની આગોતરા જામીન અરજીની બુધવારે સુનાવણી થશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યભરમાં ચકચાર જગાવનારા વડોદરાના હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં પોલીસ પીડિતાને વિવિધ સ્થળોએ લઇ જઇને પુરાવા એકત્રિત કરી રહી છે. તેમજ આરોપી એવા રાજુ ભટ્ટની પણ શોધખોળ કરી રહી હતી. અંતે રાજુ ભટ્ટ જૂનાગઢમાંથી હોટલ હાર્મનીમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. હાર્મની માલિક કાનજી અરજણભાઇ મોકરિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન પીડિતાએ ફેંકી દીધેલાં કપડાં અને કોન્ડમ પોલીસે કબજે કર્યાં છે. પોલીસ તપાસ દરમિયાન પીડિતા પોલીસને ગ્રાઉન્ડમાં લઇ ગઇ હતી અને પોતે ફેંકી દીધેલાં કપડાં અને કોન્ડમ પોલીસને સોંપ્યાં હતાં, જેને તપાસ અર્થે FSL મોકલવામાં આવશે.
- Advertisement -
આ ઉપરાંત હેલીગ્રીન ફ્લેટ ખાતેથી પણ પોલીસે છોકરીના વાળ અને કોન્ડમનાં પેકેટ જપ્ત કર્યાં હતાં.