અનેક લોકોને ફસાવ્યા હોવાનો ખુલાસો થાય તેવી શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4
સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના સદસ્ય અને વર્તમાન આરોગ્ય સમિતિના ચેરમેન પતિ નટુભાઈ ઇલોરિયા પાસેથી પાચ હજાર રૂપિયા લઈ એક મહિલા દ્વારા 22 વર્ષીય યુવતીને વાડી પર મોકલી ધરાર કપડાં ઉતારી અંગત પળોના વિડિયો ખાનગી રીતે ઉતારી બાદમાં વિડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયાની માંગ કરી હતી જેને લઇ ભાજપ નેતા દ્વારા બે યુવતી સહિત કુલ પાચ વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો જ્યારે આ મામલે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ગુન્હામાં સંડોવાયેલ દશરથ ભલાભાઈ પટેલ, ઇમરાન અસ્લમભાઇ રાઠોડ તથા પ્રવીણભાઈ ઠક્કરને ઝડપી લીધા હતા આ તરફ હજુય ભાજપ નેતાને હનિટ્રેપમાં ફસાવી વિડિયો ઉતારનાર મુખ્ય શખ્સો હજુય પોલીસ ગીરફ્તથી ફાયર છે પરંતુ આ શખ્સો ઝડપાયા બાદ અનેક લોકોને આ પ્રકારે દાસવી રૂપિયા ખંખેર્યા હજવનો ખુલાસો થાય તેવી શક્યતા સેવાઈ છે.