ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરના એમજી રોડ ઉપર ટ્રાફિક સમસ્યાઓ જોવા મળતી હોય છે અનેક ફરિયાદો ઉઠતા અંતે નવનિયુક્ત પીઆઇ નિરવ શાહ મેદાને ઉતર્યા હતાં.શહેરના ચિતાખાના ચોક,એમ જી રોડ, કાળવા ચોક સહિતના વિસ્તારોમાં પોલીસ સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ કરી અને આડેધડ વાહન પાર્કિંગ કરનારા સામે લાલઆંખ કરી હતી.
સાથે સાથે દુકાનદારોએ જે દબાણો કર્યા છે તે દબાણ દૂર કરાવ્યા હતાં અને જો બીજીવાર આ રીતની સ્થિતિ જોવા મળશે,તો કાર્યવાહી કરવાની પણ દુકાનદારોને તાકીદ કરી હતી.