સાંસદ મોહન કુંડારીયા, રામભાઇ મોકરીયા સહિતના સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનોએ વિઘ્નહર્તાના દર્શન કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
ધર્મ રક્ષક પરિષદ રાજકોટ આયોજિત ગણેશ મહોત્સવની ઉજવણીમાં આજે યે શામ શહીદો કે નામ દેશ ભક્તિ ગીતનો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધર્મ રક્ષક પરિષદ દ્વારા ભક્તિનગર સર્કલ ખાતે છેલ્લા 17 વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ધાર્મિક, સાંસ્કૃતિક અને દેશ ભક્તિના કાર્યક્રમો રાખવામાં આવે છે. જે અંતર્ગત આજે રાત્રે 9 કલાકે ભવ્ય અને દિવ્ય યે શામ શહીદો કે નામ દેશ ભક્તિ ગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધર્મ રક્ષક પરિષદ શહેરની ધર્મ અને દેશ પ્રેમી જનતાને પધારવા જાહેર આમંત્રણ પાઠવે છે.
ગણપતિ દાદાના દર્શન અને પૂજા-અર્ચના અને આરતીમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, લોકસભાના સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, સ્ટેન્ડીંગ સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઇ પટેલ, સેનિટેશન સમિતિ ચેરમેન નિલેશભાઇ જળુ, વોર્ડ નં.17ના કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામી, વોર્ડ નં. 14ના કોર્પોરેટર ભારતીબેન મકવાણા, વોર્ડ નં. 17ના પ્રભારી જેન્તીભાઇ નોંઘણવદરા, વોર્ડ નં.7ના પ્રભારી શૈલેશભાઇ હાપલિયા, વોર્ડ નં.14ના પ્રમુખ મહેશભાઇ મૈત્રા, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, ભાજપ આગેવાનો અજયભાઇ પરમાર, સહદેવસિંહ ડોડીયા, અજયભાઇ જાદવ, રાજુભાઇ નોંઘણવદરા, માણસુરભાઇ વાળા, કેયુરભાઇ મશરૂ, સી.ટી. પટેલ, અનિલભાઇ પ્રજાપતિ સહિતના
પધાર્યા હતા.