કોડીનાર, ઉના, તાલાલા, સૂત્રાપાડા, વેરાવળ ખાતે યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત નગરપાલિકાઓ અને વહીવટી તંત્રના સંકલન થી જિલ્લાની કોડીનાર, ઉના, તાલાલા, સુત્રાપાડા, અને વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાઓ દ્વારા હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રાનો હેતુ દેશપ્રેમની ભાવના પ્રસરાવવાનો, રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે ગૌરવની લાગણી વધારવાનો અને દરેક નાગરિકને પોતાના ઘરમાં તિરંગા ફરકાવવાની પ્રેરણા આપવાનો હતો.
- Advertisement -
કોડીનારમાં કુમાર શાળા થી મ્યુનિ. ગર્લ્સહાઈસ્કૂલ સુધી, ઉનામાં ત્રિકોણ બાગ થી ટાવર ચોક મુખ્ય બજાર વડલા ચોક થી નગરપાલિકા કચેરી સુધી, તાલાલામાં સરદાર ચોક થી ગીરીનામા ચોક સુધી, સુત્રાપાડામાં વિવેકાનંદ વિનય મંદિર શાળા થી હોળી ખાડો ચામુંડા માતાજી મંદિર સુધી, વેરાવળ નગરપાલિકામાં ટાવર ચોક – લાઇબ્રેરી – સટ્ટાબજાર – સુભાષ રોડ – એમ.જી.રોડ – શાક માર્કેટ – ટાવર ચોક સુધી ભવ્ય તિરંગારેલીયોજાઈહતી.