બાળરોગ, પલ્મોનરી મેડિસિન, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, ગાયનેકોલોજિસ્ટ સહિતની તમામ સુવિધાઓ સૌરાષ્ટ્રભરના લોકોને પ્રાપ્ત થશે
ખાસ-ખબર સંવાદદાતા
ભારતના હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવા તરફની અભૂતપૂર્વ છલાંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી ફેબ્રુઆરીના રોજ રાજકોટ, ગુજરાતથી રાષ્ટ્રવ્યાપી પાંચ નવી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) અને અનેક મેડિકલ અને હેલ્થકેર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. રૂા. 11,391.79 કરોડના મૂલ્યના આ પ્રોજેક્ટસ આરોગ્ય સંભાળ સેવાઓની ગુણવત્તા અને સુલભતા વધારવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુરાવો છે તેવું આજરોજ મળેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. 2014થી 157 નવી મેડિકલ કોલેજોની સ્થાપના, પરિણામે એમબીબીએસ અને પી.જી. બેઠકોમાં નોંધપાત્ર વધારો થયો છે, જે તબીબી શિક્ષણ અને માળખાકીય વિકાસમાં અવિરત પ્રયત્નોને પ્રતિબિંબિત કરે છે. રોગોને દૂર કરવા અને સફળ કોવિડ રસીકરણ અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરીને જાહેર આરોગ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. આ પ્રસંગની ગંભીરતાને ઉજાગર કરતાં વડાપ્રપધાન મોદી વ્યક્તિગત રીતે એઈમ્સ રાજકોટનું ઉદ્ઘાટન કરશે જે ગુજરાતમાં સૌ પ્રથમ એઈમ્સ છે. જે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં આરોગ્ય સંભાળમાં પરિવર્તન લાવવા માટે તૈયાર છે. આ પહેલો સુલભ વિશ્ર્વ કક્ષાની આરોગ્ય સંભાળ, સામાજિક-આર્થિક સશક્તિકરણ અને સર્વસમાવેશક વૃદ્ધિ સાથે નવા ભારત માટેના વડાપ્રધાન મોદીના વિઝનનો મુખ્ય ભાગ છે.
- Advertisement -
PM મોદી પાંચ નવી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) અને અનેક મેડિકલ અને હેલ્થકેર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે
વિવિધ વિભાગોમાં અદ્યતન સાધનોમાં પલ્મોનરી મેડિસિનમાં ઈલેકટ્રોકોટરી સાથે બોડી પ્લેથિસ્મોગ્રાફી, વિડીયો બ્રોન્કોસ્કોપી અને ક્રાયોથેરાપીનો સમાવેશ થાય છે
- Advertisement -
પથારીની ક્ષમતા : એઈમ્સ રાજકોટની આઈપીડી સેવાઓમાં સમગ્ર ટાવર એ એન્ડ બીમાં 250 પથારીઓનો સમાવેશ થાય છે જે ત્રણ માળ સુધી ફેલાયેલ સેન્ટ્રલ હોસ્પિટલ બ્લોક બનાવે છે જેમાં વિશિષ્ટ 30 બેડના આયુષ બ્લોકનો સમાવેશ થાય છે.
કટોકટી અને આઘાત સેવાઓ: આ સુવિધા કટોકટી અને આઘાતની સંભાળ માટે સમર્પિત 35 બેડ યુનિટથી સજજ છે જે જટિલ કેસોમાં ઝડપી અને અસરકારક પ્રતિભાવ સુનિશ્ર્ચિત કરે છે.
સર્જિકલ ક્ષમતાઓ: સંસ્થા વૈકલ્પિક શસ્ત્રક્રિયાઓની વ્યાપક શ્રેણી પ્રદાન કરે છે જેમાં ઓર્થોપેડિકસ, જનરલ સર્જરી, ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી, ઈએનટી, ઓપ્થેલ્મોલોજી અને ડેન્ટલ પ્રક્રિયાઓ જેવી શાખાઓનો સમાવેશ થાય છે જે અત્યાધુનિક મોડયુલર ઓપરેટીંગ થિયેટર દ્વારા સમર્થિત છે.
ભ્ ડાયગ્નોસ્ટિક સેવાઓ: એમઆરઆઈ, અલ્ટ્રાસોનીક (યુએસજી) સંકલિત પ્રયોગશાળા સેવાઓ અને ડિજિટલ એક્સ-રે ક્ષમતાઓ જેવા સાધનો સાથે અત્યાધુનિક નિદાન સેવાઓ ઉપલબ્ધ છે.
ફાર્મસી સેવાઓ: આઈપીડી ફાર્મસી, રક્ત સંગ્રહ સુવિધાઓ અને આઈપીડી દર્દીઓ માટે નિદાન સેવાઓની સાથે AMRIT ફાર્મસી અને જનઔષધિ કેન્દ્રની હાજરી દ્વારા પૂરક છે, જે સસ્તી દવાઓની પહોંચ સુનિશ્ર્ચિત કરે છે.
– વધમાં HITES સાથેના ખઘઞ માં લોન્ડ્રી, આહાર, જંતુનિયંત્રણ અને પાણીની ટાંકીની સફાઈ સેવાઓ આવરી લેવામાં આવી છે. ઉર્જા ભાગીદારી: ગુજરાત ગેસ કોર્પોરેશન લિમિટેડ સાથે ઉર્જા જરૂરિયાતો માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સંસ્થાએ સીએજી ઓડિટ, પરફોર્મન્સ ઓડિટ અને મૂડી પ્રાપ્તિ સફળતાપૂર્વક પાર પાડી છે. 2022-2023 માટે વાર્ષિક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે જે આપણા પારદર્શક અને જવાબદાર શાસનને પ્રતિબિંબિત કરે છે તેવું અંતમાં જણાવ્યું હતું.
શિક્ષણ અને તાલીમ
– અહીં 69 ફેકલ્ટી ટીમના માર્ગદર્શન હેઠળ 200યુ.જી. વિદ્યાર્થીઓ અને 16 પી.જી. વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય સંભાળના ભાવિને આકાર આપી રહ્યા છે.
– 391 નર્સો અને ટેકનિકલ સ્ટાફ સહિત એક મજબૂત બિનઅધ્યાપક ટીમ સંસ્થાના મિશનને સમર્થન આપે છે. જેમ જેમ અમે એઈમ્સ રાજકોટનું ઉદ્ઘાટન કરીએ છીએ અમે હેલ્થકેર શ્રેષ્ઠતા માટે એક સીમાચિન્હ સ્થાપિત કરી રહ્યા છીએ.
– વહીવટી વિવિધ પાસાઓમાં ઈન્ફ્રાસ્ટ્રકચર અંતર્ગત હેલિપેડનું નિર્માણ કટોકટી સેવાઓ અને વીઆઈપી મુલાકાતો માટે સુલભતા વધારે છે. સાંસ્કૃતિક સ્થાપનો સાથે જ સમગ્ર કેમ્પસમાં એકીકૃત અવરજવર સુનિશ્ર્ચિત કરવા માટે દર્દીઓ અને તેમના પરિચારકો માટે 4 ઈ-રિક્ષા શરૂ કરવામાં આવી છે. મુલાકાતીઓ અને સ્ટાફના વાહનોને સમાવવા માટે પૂરતા પાર્કિંગ સ્લોટ બનાવવામાં આવ્યા છે. એક શોપિંગ કોમ્પ્લેક્સની સ્થાપના કરવામાં આવી છે, જે અઝખ, AMRIT ફાર્મસી જનઔષધિ કેન્દ્ર અને કેન્ટીન જેવી સુવિધાઓ સાથે પૂર્ણ છે.
સહાયક સેવાઓ: 66 કે.વી. કંટ્રોલ ગ્રીડ સબસ્ટેશન, એચવીએસી પ્લાન્ટ રૂમ અને કાર્યક્ષમ ગટર વ્યવસ્થા દ્વારા આવશ્યક સેવાઓ સુનિશ્ર્ચિત કરવામાં આવે છે. એક શબઘર બ્લોક, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ અને નાઈટ શેલ્ટર બ્લોક અમારા કેમ્પસની કામગીરીમાં સમાવેશ છે.
– વિવિધ વિશેષતાઓ જેવી કે એઈમ્સ રાજકોટની ઓપીડીમાં 14 સંપૂર્ણ કાર્યરત મલ્ટિસ્પેશિયાલિટી વિભાગોનો સમાવેશ થાય છે જે બહારના દર્દીઓની સેવાઓના વ્યાપક સ્પેકટ્રમ ઓફર કરશે. સાત ઓપીડી વિભાગો આઈપીડી બ્લોકમાંથી કામ કરે છે જેમાં બાળરોગ, પલ્મોનરી મેડિસિન, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી અને રેડિયેશન એન્ક્રોલાજી જેવી વિશેષતાઓ આવરી લેવામાં આવ્યા છે.