સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો સંદેશ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી જિલ્લામાં ફરજ બજાવતા કલાસ વન-ટુ અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો તથા પોલીસ જવાનો સહિતના સભ્યોનો પાટીદાર કર્મયોગી પરિવાર સંગઠન કાર્યરત છે. કોઈ હોદ્દેદાર વિના, સંઘભાવના પરથી ચાલતા આ ગ્રુપના સભ્યો એકબીજાને સહાયરૂપ થાય છે તથા જરૂર પડ્યે મેડિકલ સારવાર માટે આર્થિક યોગદાન આપે છે. પરસ્પર એકતા વધારવા અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંદેશ સાથે દર વર્ષે આ પરિવાર દ્વારા સ્નેહમિલન અને વેલકમ નવરાત્રી મહોત્સવનું આયોજન થાય છે.
- Advertisement -
આ વર્ષે કેશવ પાર્ટી પ્લોટ, મોરબી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગોવિંદભાઈ વરમોરા, બેચરભાઈ હોથી, એ.કે. પટેલ, ડો. મનુભાઈ કૈલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સરદાર પટેલની પ્રતિમાને અભિવાદન સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી.
સ્ટેજ કાર્યક્રમ બાદ હાજર મહાનુભાવોએ કર્મયોગી પરિવારની પ્રવૃત્તિઓને વખાણી. સમૂહમાં માતા ઉમાખોડલનો પ્રસાદ ગ્રહણ કર્યા બાદ મધુરમ ઈવેન્ટ સાથે રાસ-ગરબાની રમઝટ બોલાઈ હતી. ક્ધવીનરોની મહેનતથી કાર્યક્રમ સફળ બન્યો હતો અને અંતે રાષ્ટ્રગાન સાથે સમાપન કરવામાં આવ્યું હતું.