વિજયાદશમીના સંચલનમાં 130 જેટલી બહેનોએ ભાગ લીધો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા વિજયાદશમી ઉત્સવના ભાગરૂપે પથસંચલન અને શસ્ત્રપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આર્યસમાજ મંદિર લખધીરવાસ ખાતેથી શિસ્તબધ પથ સંચલન નીકળ્યું હતું જેમાં સેવિકા સમિતિની 130 થી વધુ બહેનોએ ભાગ લીધો હતો.
મોરબી શહેરના લખધીરવાસમાં આવેલ આર્યસમાજ મંદિરેથી બુધવારે રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા ’ભલા હો જીસમે દેશ કા, વો કામ સબ કિયે ચલો’ ના ગાન સાથે નવરાત્રિના ચોથા નોરતે માતૃ શક્તિ જાગરણ હેતુ પથ સંચલન યોજવામાં આવ્યું હતું.
130 થી વધુ સેવિકા સમિતિની બહેનોએ ગણવેશ સાથે આ પથ સંચલન અને શસ્ત્રપૂજનમાં ભાગ લીધો હતો. ’સંગઠન ગઢે ચલો, સુપંથ પર બઢે ચલો, ભલા હો જીસમે દેશકા વો કામ સબ કીએ ચલો’ ના ગાન સાથે પથ સંચલન રવાપર રોડ ઉપર થઈને નવા બસ સ્ટેન્ડ નજીક આવેલ શિશુમંદિર ખાતે પૂર્ણ થયું હતું અને ઠેર ઠેર સંચલનનું સ્થાનિકો અને સંઘના સ્વયંસેવકો દ્વારા સ્વાગત કરવામાં
આવ્યું હતું.