90 વર્ષ પહેલા નાગપુર(વર્ધા)થી પૂ.મોસીજીએ મહિલા પાંખ કાર્યરત કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.23
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મહિલા પાંખ રાષ્ટ્ર સેવિકા સમિતિ ગીર સોમનાથ જિલ્લા નો વિજયા દશમી ઉત્સવ ગીરના પાટનગર તાલાલા શહેરમાં ઉજવાયો હતો.
આ પ્રસંગે તલાલા નગરમાં પથ સંચાલન અને શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં સેવિકા બહેનો જોડાયા હતા.તાલાલા નગરમાં આર.એસ.એસ કાર્યાલયથી શરૂ થયેલ પથ સંચલનમાં શસ્ત્રો તથા લાઠી ધારણ કરી ચાલતી સેવિકા બહેનોને લોકોએ દુર્ગા સ્વરૂપે નિહાળી પથ સંચાલન ઉપર ઠેર ઠેર પુષ્પવર્ષા કરી હતી. વિજયાદશમી ઉત્સવ 90 વર્ષ પહેલા નાગપુર(વર્ધા)ખાતે પૂજ્ય મોસીજીએ શુભારંભ કરાવ્યો હતો જેનો મુખ્ય હેતુ આત્મ રક્ષા માટે બહેનોને તૈયાર કરવાનો હતો.બહેનો પોતાના જીવનમાં સક્ષમ બને,જરૂર પડે રાષ્ટ્રહિતમાં ભૂમિકા નિભાવી શકે તેવા સંઘના નિદર્શન અંતર્ગત પથ સંચલનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગીર સોમનાથ જિલ્લા રાષ્ટ્ર સેવિકા સમિતિના કાર્યવાહ મીનાબેન હરિયાણી(ઉમરેઠી),તાલાલા તાલુકા કાર્યવાહ યશવંતીબેન ના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલાઓએ ભાગ લીધો હતો.



