સમાધી પૂજન, મહા પ્રસાદ અને સંતવાણી સાથે પટેલબાપુને શ્રદ્ધાંજલિ અર્પી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
- Advertisement -
જુનાગઢ ઉપલા દાતારની જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલ બાપુની 34મી પુણ્યતિથિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી જેમાં સવારે સમાધી પૂજન બપોરે મહાપ્રસાદ અને રાત્રિના ભવ્ય સંતવાણીના કાર્યક્રમથી પટેલ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી મહંત શ્રી ભીમ બાપુની નિશ્રામાં ભવ્ય ઉજવણી કરાઈ હતી.
કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યાના બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલ બાપુની પૂર્ણય તિથિએ રાત્રીના ભવ્ય સંતવાણીના કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતના કલાકારોમાં અલ્પાબેન પટેલ, પરસોતમ પુરી અને હિતેશભાઈ અંટાળા દ્વારા સંતવાણીની રમઝટ બોલાવી હતી દાતાર બાપુની જગ્યાનો ઈતિહાસ જોઈએતો કોમી એકતાનું પ્રતિક એક એવી જગ્યા આવેલી છે કે, જ્યાં નથી કોઈ મંદીર કે નથી કોઈ મસ્જીદ, છતાં પણ બંને કોમના લોકો અહીં ખુબજ શ્રધ્ધાપુર્વક દર્શન કરવા ઉમટી પડે છે. આ કોમી એક્તાના પ્રતિક સમી જગ્યા એટલે ગરવા ગીરનાર પર્વતની બાજુમાં આવેલા પર્વત પર આવેલ ઉપલા દાતાર આ જગ્યા પર બિરાજમાન મહંતોનો ઉજળો ઈતિહાસ રહ્યો છે. અહીં બિરાજમાન સંતો આસન સિધ્ધ મહંતો કહેવાય છે. એક વખત આસન પર બિરાજ્યા બાદ સંતો તેમની અંતિમ ઘડી સુધી આ જગ્યા છોડીને જતા નથી અને આ પર્વતની નીચે પણ ઉતર્યા નથી. વર્ષો સુધી આ જગ્યા પર રહીને જ દાતાર બાપુની સેવાપૂજા કરે છે.