– 2 નિવૃત્ત પોલીસ અધિકારી સહિત 14 આર્મીમેનને સન્માનિત કરાયા
– નાની મારડ, ભાડેર, ભૂખી, પીપળીયા સહિત 16 ગામોમાં યોજાયા વીરાંજલિ કાર્યક્રમ યોજાયા
- Advertisement -
“મારી માટી, મારો દેશ” મહાઅભિયાન અંતર્ગત ધોરાજી તાલુકામાં શીલાફલકમ સમર્પણ, પંચપ્રણ પ્રતિજ્ઞા, વસુધા વંદન, વીર વંદના, અને ધ્વજ વંદન સહિતના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. ધોરાજી તાલુકામાં નાની મારડ, પાટણવાવ, ભાડેર, પીપળીયા, મોટી પરબડી, ભૂખી, નાની પરબડી, કલાણા, ભુતવડ, મોટીવાવડી, મોટીમારડ, ઉદકીયા, હડમતીયા, ભાદાજાળિયા, ભોલગામડા, છાડવાવદર સહિત 16 ગ્રામપંચાયતોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
પાટણવાવ ગામે ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયા અને તાલુકા વિકાસ અધિકારી જયશ્રીબેન દેસાઈ, સરપંચ પ્રવીણભાઈ પેથાણીની ઉપસ્થિતિમાં ગામનાં બે નિવૃત્ત પોલીસ અધિકારી સહિત 14 આર્મીમેનને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- Advertisement -
આ કાર્યક્રમોમાં ગામના સરપંચ, સદસ્યો, આગેવાનો, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં દરેક ગામમાં વીરાંજલિ અર્પણ કરતા શિલાફલકમ સમર્પણ કરી ગ્રામજનોએ હાથમાં માટી સાથે માટીનો દીવો રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે “પંચ પ્રણ” પ્રતિજ્ઞા લીધી હતી. વસુધા વંદન કાર્યક્રમ અન્વયે ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સરકારી શાળાઓ તથા ગ્રામ પંચાયતના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન રાષ્ટ્રગાન દ્વારા વીર શહીદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.