ખાસ કેસમાં છુટાછેડા મંજુર કરેલા યુગલનો વિવાદ ફરી સુપ્રીમ કોર્ટ પાસે જ પહોંચ્યો
સુપ્રીમ કોર્ટે મહત્વના ચૂકાદામાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, પાસપોર્ટ ઓથોરિટી કોઈપણ વ્યક્તિનો પાસપોર્ટ એકતરફી નિર્ણયથી સ્થગીત કરી શકે નહી. સુપ્રીમ સમક્ષ આપેલી એક અરજીમાં જેનો પાસપોર્ટ તેના પુર્વ પત્નીએ નોંધાવેલી ફોજદારી સહિતની ફરિયાદ પરથી હોલ્ડ (સ્થગીત) કરી દીધો હતો.
- Advertisement -
જેની સામે આ વ્યક્તિએ સુપ્રીમમાં કરેલી રીટ બાદ સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે, પાસપોર્ટ એકટની કલમ 10 મુજબ આ પાસપોર્ટ સ્થગીત કરાયો છે પણ પાસપોર્ટ ઓથોરિટી પાસપોર્ટ ધારકને સાંભળ્યા વગર આ રીતે એકતરફી નિર્ણય લઈ શકે નહી અને તેથી અરજદારનો પાસપોર્ટ ફરી એકટીવ કરવા આદેશ આપ્યો હતો.
આ કેસ અગાઉ પણ રસપ્રદ રીતે સુપ્રીમમાં આવ્યો હતો. અમેરિકામાં રહેલી યુવતી સાથે લગ્ન કર્યા બાદ બે જ માસમાં તેણે ભારતમાં છૂટાછેડાની અરજી કરી હતી જે વિવાદ એક સુપ્રીમમાં પહોંચ્યો હતો અને સમગ્ર કેસની માહિતી જાણ્યા બાદ સર્વોચ્ચ અદાલતે બંધારણની કલમ 142 હેઠળ તેને મળતી અસાધારણ સતાના આધારે આ છુટાછેડાને માન્ય રાખ્યા હતા.
જો કે પત્નીએ તો છુટાછેડાનો વિરોધ કર્યો હતો. છુટાછેડા માટે અરજી કરનાર પતિએ સુપ્રીમમાં તેની અરજીમાં લગ્નના બે માસમાં તે સતત અપમાનીત અને અત્યાચાર જેવી સ્થિતિનો ભોગ બન્યો હોવાની રજુઆત કરીને બે વખત તો અમેરિકાએ તેને પોલીસ બોલાવીને ખુદને બચાવવો પડયો હોવાના પુરાવા રજુ કર્યા હતા.
- Advertisement -
તેના પત્ની પર પણ અમેરિકાએ આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. તેઓ ભારત પરત આવ્યા અને પત્નીએ ફરી તેની સાથે અમેરિકા આવવા ઈન્કાર કર્યો હતો. આ મહિલાએ તેના સાસુ સાથે પણ ખરાબ વર્તન કરીને તેને ઘરમાંથી બહાર કાઢી મુકયા હતા અને પતિ સામે 8 ફરિયાદો નોંધાવી હતી અને તેના પરથી પાસપોર્ટ ઓફિસે આ પુરૂષનો પાસપોર્ટ સ્થગીત કર્યો હતો.
સુપ્રીમકોર્ટે નોંધ્યું કે, આ યુગલ વચ્ચે પરસ્પર સન્માન-પ્રેમ અને સમાજના નથી તથા એકબીજા પ્રત્યે સન્માન પણ નથી. તેથી તે લગ્નજીવન બચાવવો કોઈ પ્રશ્ન જ નથી.




