ખાસ-ખબર સંવાદદાતા
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાર્થિવ ગણેશ પૂજન કરવામાં આવેલ. શ્રી ગણેશના સૌથી પ્રાકૃતિક સ્વરૂપ પાર્થિવ એટલે કે માટીથી બનેલા ગણેશજીનું શાસ્ત્રોકત વિધિવિધાન સાથે પૂજન કરાવવામાં આવેલ. તા.19 થી 28 સપ્ટેબર સુધી સોમનાથ મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે સવારે 9 વાગ્યે અને 10 વાગ્યાના સમય અવકાશમાં પાર્થિવ ગણેશ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર રૂ.251 ન્યોછાવર કરી ભક્તો પૂજા કરી શકશે. જેમાં પાર્થિવ ગણેશજીની મૂર્તિ, પૂજા સામગ્રી, પૂજાપાત્રો, તમામ વ્યવસ્થા શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી કરવામાં આવશે. ગણેશના પૂજનના પ્રત્યેક શ્ર્લોક અને પૂજા કાર્ય ને શ્રી સોમનાથ મંદિરના પુજારી દ્વારા ભકતોને વિસ્તૃત રૂપે સમજાવવામાં આવે છે. ત્યારે ભક્તો ગણેશ ભગવાનની અદ્વિતિય પાર્થિવ પૂજનનો લાભ લઈ ધન્ય બને છે. આ પૂજા ટ્રસ્ટના પૂજાવિધિ કાઉન્ટર તેમજ વેબસાઈટ તજ્ઞળક્ષફવિં.જ્ઞલિ પર સરળતાથી બુક કરી શકાશે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ ક્ષેત્રમાં ઇતિહાસનું સૌથી મોટું શ્રી ગણેશ અથર્વશીર્ષ મહાઅનુષ્ઠાન યોજવામાં આવ્યું છે.જેમાં ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબના હસ્તે શ્રી ગણેશ ભગવાનનું પૂજન કરવામાં આવેલ.કેહવામાં આવે છે કે 1000 ગણપતિ અથર્વશીર્ષના પઠનથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે જે ભૂમિ પર 1.25 લાખ ગણપતિ અથર્વશીર્ષનું પઠન અને યજ્ઞ થાય તે ભૂમિ સાક્ષાત શ્રી ગણેશનું નિરંતર સાનિધ્ય પ્રાપ્ત કરે છે.