ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર પેરોલ ફલો ટીમ દ્વારા વોન્ટેડ શખ્સોને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી છે જેમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડીના ગુન્હાના છેલ્લા સાતેક મહિનાથી નાસ્તા ફરતા શખ્સને ભાગવતધામ ગુરુકુળ ચોકડી નજીકથી કનૈયાલાલ અરુણભાઈ મહેતાને ઝડપી ધ્રાંગધ્રા તાલુકા પોલીસને સોંપી કાર્યવાહી હાથ ધરી હતી. આ તરફ લખતર પોલીસ મથકમાં છેલ્લા બે વર્ષથી પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા શખ્સ રૂડાજી રણછોડજી ઠાકોરને ભાભર ત્રણ રસ્તા નજીકથી ઝડપી લખતર પોલીસને સોંપી કાર્યવાહી હાથ ધરી હતી.
ધ્રાંગધ્રા તથા લખતરમાં ગુનામાં વૉન્ટેડ શખ્સોને પેરોલ ફર્લો ટીમે ઝડપી લીધા
