પરિવર્તની એકાદશીની તિથીની શરૂઆત 13 સપ્ટેમ્બરની રાત્રે 10.31 વાગ્યાથી થઈ છે જે આજે 14 સપ્ટેમ્બર રાત્રે 8.42 મિનિટ પર સમાપ્ત થશે.
ભાદરવા મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. તેને પદ્મા એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી ભક્તોના તમામ કષ્ટો દુર થાય છે.
- Advertisement -
માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં ચાતુર્માસની યોગ નિદ્રા વખતે પડખુ ફેરવે છે. વૈદિક માન્યતાઓ અનુસાર એકાદશીમાં કાયિક, માનસિક, વાચિક સમસ્ત પાપોનું શમન કરવાની શક્તિ છે. માટે આ દિવસે ભુલથી પણ અમુક કામો ન કરવા જોઈએ.
આ દિવસે ન કરો આ કામ
આ દિવસે લસણ, ડુંગળી, માંસ, માછલી, ઈંડા જેવી તામસીક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. સાથે જ દિવસે સુવુ ન જોઈએ.
આ દિવસે કોઈના વિશે ખરાબ ન બોલો. માતા-પિતા, ગુરૂ કે અન્ય કોઈનું દિલ ન દુખાઓ અને કોઈનું અપમાન ન કરો.
એકાદશીના દિવસે ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ. એકાદશીના દિવસે વાળ, નખ ન કાપવા જોઈએ.
- Advertisement -
ધન લાભના ઉપાય
ત્યાં જ પરિવર્તની એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્રનામ, શ્રી સૂક્ત વગેરેનો જાત કરો અને પિવર્તની એકાદશીની કથા સાંભળો અને જરૂરીયાતમંદોને દાન કરો. શ્રી સૂક્તનો પાઠ કરવાથી ધન લાભ થાય છે. પરિવર્તની એકાદશીનું વ્રત અને પૂજન કરવાથી બ્રહ્મ હત્યાનો પાપ પણ દૂર થઈ શકે છે.