ભારતના ખાતામાં કુલ 6 મેડલ આવ્યા જેમાં 5 બ્રોન્ઝ અને 1 સિલ્વરનો સમાવેશ, જાણો કયા દેશે સૌથી વધુ મેડલ જીત્યા ?
યુનાઇટેડ સ્ટેટ્સે સૌથી વધુ મેડલ જીત્યા
પેરિસ ઓલિમ્પિક (Paris Olympics 2024) માં અમેરિકાએ સૌથી વધુ 126 મેડલ જીત્યા જેમાં 40 ગોલ્ડ, 44 સિલ્વર અને 42 બ્રોન્ઝ સામેલ છે. આ યાદીમાં ચીન બીજા ક્રમે રહ્યું હતું. ચીનના ખાતામાં કુલ 91 મેડલ આવ્યા જેમાં 40 ગોલ્ડ, 27 સિલ્વર અને 24 બ્રોન્ઝ સામેલ છે. આ વર્ષની પેરિસ ઓલિમ્પિક (Paris Olympics 2024)માં સૌથી વધુ મેડલ જીતનારા દેશો અમેરિકા અને ચીન હતા.
- Advertisement -
પેરિસ ઓલિમ્પિક (Paris Olympics 2024)ની મેડલ ટેલીમાં ભારત 6 મેડલ સાથે 71મા સ્થાને છે. જ્યારે માત્ર એક જ મેડલ જીતનાર પાકિસ્તાન મેડલ ટેલીમાં ભારતથી ઉપર રહ્યું હતું. પાકિસ્તાને પેરિસમાં માત્ર એક જ ગોલ્ડ મેડલ જીત્યો હતો જેની સાથે તે મેડલ ટેલીમાં 62માં સ્થાને રહ્યું હતું. મેડલ ટેલીમાં કોઈપણ દેશનો રેન્ક સૌથી વધુ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ જીતીને નક્કી થાય છે. આ રીતે માત્ર એક ગોલ્ડ જીતનાર પાકિસ્તાન ટેલીમાં ભારતથી ઉપર રહ્યું.
અગાઉનો રેકોર્ડ ન તોડી શક્યું ભારત
- Advertisement -
અગાઉના ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે કુલ 7 મેડલ જીત્યા હતા જેમાં એક ગોલ્ડનો સમાવેશ થાય છે. ભારતે અત્યાર સુધી ટોક્યોમાં એક જ ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીત્યા હતા. આ વખતે ભારતને માત્ર 6 મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. જોકે મહિલા રેસલર વિનેશ ફોગટના નિર્ણય બાદ ભારતના ખાતામાં 7મો મેડલ જોડાઈ શકે છે. 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે વિનેશને ફાઈનલ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવી હતી. આ પછી તેણે સિલ્વર મેડલ માટે અપીલ કરી હતી જેનો નિર્ણય આવવાનો બાકી છે.