-લગ્નવિધિનો આરંભ 23મી સપ્ટેમ્બરથી
બોલીવુડ એકટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા 24મી સપ્ટેમ્બરે લગ્ન ગ્રંથીથી જોડાશે. એકટ્રેસ પરિણીતી ચોપરા અને સાંસદ રાઘવ ચઢ્ઢા 24 સપ્ટેમ્બરે રાજસ્થાનના ઉદયપુરમાં ડેસ્ટીનેશન વેડીંગ કરવાના છે.
- Advertisement -
ઉદયપુરના લીલા પેલેસમાં તેમના લગ્ન સમારંભનું આયોજન થશે. 23મીથી લગ્નની વિધિનો પ્રારંભ થશે. 10મીએ ચુડા સેરેમની થશે ત્યારબાદ સાંજે 90ના દાયકાની થીમ આધારીત સંગીત સેરેમની યોજાશે.
24 સપ્ટેમ્બરે રાઘવ ચઢ્ઢા જાન લઈને લીલા પેલેસ પહોંચશે. બપોરે 3.30 કલાકે જયમાલા થશે અને ચાર વાગ્યે તેઓ સાત ફેરા ફરશે. સાંજે 6.30 કલાકે કન્યા વિદાયનો કાર્યક્રમ થશે અને ત્યારબાદ 8.30 કલાકે રિસેપ્શન યોજાશે. મહેમાનો અને પરિવારજનો માટે ગાલા લંચ-ડિનરનું આયોજન કરાયું છે.
પરિણીતી અને રાઘવે 13 મે ના રોજ દિલ્હીના કપુરથલા હાઉસમાં સગાઈ કરી હતી. સગાઈમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, પુર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમ, કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ, શિવસેના નેતા આદિત્ય ઠાકરે સહિત ઘણાં મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સગાઈ પ્રસંગે પ્રિયંકા ચોપરા આકર્ષણનું કેન્દ્ર બની હતી.
- Advertisement -
પરિણીતી અને રાઘવે લંડનમાં અભ્યાસ કર્યો હતો. પરિણીતીએ માન્ચેસ્ટર બિઝનેસ સ્કુલમાં અભ્યાસ કર્યો હતો, જયારે રાઘવે લંડન સ્કુલ ઓફ ઈકોનોમીકસમાં અભ્યાસ કર્યો હતો. બંનેનો પરિચય લંડનમાં થયો હતો. બંનેને ઈંગ્લેન્ડમાં ભારત યુકે આઉટસ્ટેન્ડીંગ એચીવર ઓનર્સથી સન્માનીત કરાયા હતા.
રાઘવ ચઢ્ઢા પંજાબથી આમ આદમી પાર્ટીના રાજયસભા સાંસદ છે. તેઓ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વિશ્વાસુ છે. વ્યવસાયથી તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.