ખાસ-ખબર સંવાદદાતા
પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા એેક જ રિસેપ્શન ગુરગાંવમાં કરવાના હોવાના અહેવાલો છે. તેઓ મુંબઈમાં રિસેપ્શન યોજશે કે કેમ તે અંગે અટકળો સેવાય છે. અગાઉના અહેવાલો અનુસાર રાઘવ અને પરિણિતી મુંબઈ અને દિલ્હી સહિત ત્રણ સ્થળે રિસેપ્શન યોજશે તેમ મનાતું હતું. પરંતુ, હવે યુગલે ગુરગાંવમાં એક જ રિસેપ્શન યોજવાનું નક્કી કર્યું છે.
રાઘવ તથા પરિણિતીના અનેક પરિવારજનો ઉપરાંત રાઘવના રાજકીય નેટવર્કના આમંત્રિતો પણ દિલ્હીમાં હોવાથી તેમણે ગુરગાંવમાં જ એક રિસેપ્શન યોજવાનું નક્કી કર્યું છે. બોલીવૂડની મોટાભાગની હિરોઈનો એટલિસ્ટ એક રિસેપ્શન મુંબઈમાં તેમના ઈન્ડસ્ટ્રીના મહેમાનો માટે રાખતી હોય છે. પરંતુ પરિણિતીના કિસ્સામાં તે અંગે અટકળો સેવાય છે.