અભ્યાસ કરવા આવતા બાળકોને મેદાનમાં કચરો ઉપાડવા ફરજ પડાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
મૂળી તાલુકાના સરા ગામની પ્રાથમિક શાળા ફરી એક વખત વિવાદમાં આવી છે જેમાં સરા પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા બાળકોને અભ્યાસ કરાવવામાં બદલે કચરો ઉપડાવવા અને સફાઈ કરવા માંટે કામગીરી કરતી હોવાનો વિડિયો અહીંના જાગૃત નાગરિક દ્વારા ઉતારીને વાઇરલ કરવામાં આવ્યો હતો જે બાદ સરકારી શાળા ખાતે બાળકોના વાલીઓ દ્વારા હોબાળો કરી બાળકોને કચરો ઉપડવાતે મજબૂર કરનાર શિક્ષક અને આચાર્યની બદલી કરવાની માંગ ઉઠાવી હતી.
- Advertisement -
જાણવા મળતી વિગતો અનુસાર શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતા પિતા પોતાના બાળકનું ઉજ્વળ ભવિષ્ય માટે સ્કૂલે મોકલતા હોય છે પરંતુ સ્કૂલમાં બાળકો પાસે શું પ્રવૃત્તિ થતી હોય છે ? તેનો નમુનો સરા ગામની સ્કૂલમાં સામે આવ્યો હતો. મૂળી તાલુકાના સરા ગામની પ્રાથમિક સરકારી સ્કૂલ ખાતે ધોરણ 1 અને 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલ સંચાલકો દ્વારા મેદાનમાંથી કચરો ઉપાડવી સફાઈ કરવાના પાઠ ભણાવતા હોવાનું સામે આવ્યું હતું આ બાળકોને સફાઈ કરવા માટે મજબૂર કરનાર શિક્ષિકાનો વિડિયો પણ વાઇરલ થયો હતો જોકે બાદમાં ગ્રામજનો દ્વારા પોતાના બાળકોને આ પ્રકારે કચરો ઉપાડવા માટે સ્કૂલે નહિ મોકલતા હોવાની ફરિયાદ સાથે પ્રાથમિક શાળા ખાતે જઈ વાલી ગણ દ્વારા હોબાળો મચાવ્યો હતો જેમાં શિક્ષિકા અને આચાર્ય સામે કડક કાર્યવાહી કરી બદલીની માંગ કરાઇ હતી.