સમસ્ત બ્રહ્મ યુવા સંગઠને 6 વીઘા જમીનની ખરીદી કરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે વર્ષ 2017થી કાર્યરત સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન (ટ્રસ્ટ) દ્વારા પરશુરામ ધામ બનાવાશે. આ માટે જમીનની ખરીદી પણ કરી લેવાઇ છે. આ અંગે સંસ્થાના સંસ્થાપક જયદેવભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ભૂદેવો માટે પરશુરામ ધામ બનાવવાની સંસ્થાની ઇચ્છા હતી, જે મુકતાનંદ બાપુના આશિર્વાદથી પૂર્ણ થઇ છે. આ માટે ઇવનગર- સોનારડી રોડ પર 6 વિઘા જમીન પસંદ કરાઇ છે. આ જમીન પર 50 રૂમ, 2 હોલ બનાવાશે. આ કાર્ય માટે મુકતાનંદ બાપુએ 34 લાખની ધનરાશી આપવાની જાહેરાત કરી છે.દરમિયાન આ જમીન પર સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન( ટ્રટિ)ના કાર્યકરો અને ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ મુકતાનંદ બાપુનું સન્માન કર્યું હતું.
- Advertisement -
અહિં પરશુરામ ભગવાનમાં ગાયત્રી, આદ્યગુરૂ શંકરાચાર્ય અને મહાદેવની પ્રતિમાનું પણ સ્થાપન કરાશે. અહિં કોઇપણ તડગોડના બ્રાહ્મણો પોતાના દિકરા, દીકરીના લગ્ન,સગાઇ જેવા પ્રસંગો કરી શકશે. કાર્યક્રમને સફળ બનાવવા જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર, કમલેશ ભરાડ અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.