સરકારે વર્ષ 2021માં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસ 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતે. ત્યાર પછીથી દર વર્ષે સરકાર વિભિન્ન કાર્યક્રમોના માધ્યમથી નેતાજી બોસને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે.
#WATCH | Delhi: On the birth anniversary of Netaji Subhash Chandra Bose, Prime Minister Narendra Modi, Lok Sabha Speaker Om Birla, Congress President Mallikarjun Kharge and other leaders paid floral tributes to Netaji at Samvidhan Sadan. pic.twitter.com/62klyEI0sb
- Advertisement -
— ANI (@ANI) January 23, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેટલાય નેતાઓ આજ રોજ પરાક્રમ દિવસના અવસર પર સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલી આપી હતી. સંસદના સંવિધાન સદનમાં વડાપ્રધાન મોદી સહિત કેટલાય નેતાઓ પહોંચીને નેતાજીની ફોટોની સામે ફૂલ અર્પણ કર્યા હતા. આ દરમ્યાન વડાપ્રધાનની સાથે રાજ્યસભામાં નેતા પ્રતિ પક્ષ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સાથે ઉભા જોવા મળ્યા હતા. બંન્નેએ શ્રદ્ધાંજલી આપ્યા પછી થોડીવાર વાતચીત પણ કરી હતી. આ દરમ્યાન લોકસભા સ્પીકર ઓમ બીરલા પણ હાજર રહ્યા હતા.
- Advertisement -
Greetings to the people of India on Parakram Diwas. Today on his Jayanti, we honour the life and courage of Netaji Subhas Chandra Bose. His unwavering dedication to our nation's freedom continues to inspire. pic.twitter.com/OZP6cJBgeC
— Narendra Modi (@narendramodi) January 23, 2024
વડાપ્રધાન મોદીઓ પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, પરાક્રમ દિવસ પર ભારતના લોકોને વધામણી. આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતી પર અમે તેમના જીવન અને સાહાસનું સમ્માન કરીએ છીએ. આપણા દેશની સ્વતંત્રતા માટે તેમણે અતૂટ સમર્પણ આજે પણ પ્રેરણારૂપ છે.
#WATCH | Tripura CM Manik Saha pays floral tribute to Netaji Subhash Chandra Bose on his 128th birth anniversary, in Agartala. pic.twitter.com/bhePrXhtTJ
— ANI (@ANI) January 23, 2024
ત્રિપુરાના મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલી આપી
ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ પણ રાજધાની અગરતલામાં પરાક્રમ દિવસ પર એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે એક રેલીમાં ભાગ લીધો અને લોકો પાસેથી સુભાષ ચંદ્ર બોઝની ચીંધેલા રસ્તા પર ચાલવાની વાત કહી હતી.
#WATCH | Tripura CM Manik Saha says "We are celebrating the birth anniversary of Netaji Subhash Chandra Bose. We are here at a school in the name of Netaji Subhash Chandra Bose. We have all gathered to participate in the rally organised here. I want to appeal to the people to… pic.twitter.com/awWdJTFqp1
— ANI (@ANI) January 23, 2024
આજે આ વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે વડાપ્રધાન મોદી
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી આજે સાંજે લાલ કિલ્લામાં પરાક્રમ દિવસ સમારોહમાં સામેલ થશે. આ અવસર પર પુરાતત્વલેખનના પ્રદર્શનો, દુર્લભ ફોટો અને દસ્તાવેજી પ્રદર્શન કરવામાં આવશે જેમાં નેતાજી અને આઝાદ હિંદ ફોજની ઉલ્લેખનીય પ્રવાસનો પરિચય મળશે. આ સમારોહ 31 જાન્યુઆરી સુધી ચાલશે.