પેપર લીકમાં એચ.એન.શુક્લાનું નામ ખૂલતા ડૉ.નેહલ શુક્લએ પત્રકાર પરિષદ યોજી
અમારી કોલેજમાંથી પેપર સીલબંધ કવરમાં રેકોર્ડિંગ કરીને જ લઇ ગયા ત્યારબાદ યુનિવર્સિટીના સત્તાધીશોએ આ પેપર CCTVની સર્વેલન્સના બદલે કેમેરા નથી ત્યાં રખાવ્યા: ડૉ. નેહલ શુક્લ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીબીએ અને બી.કોમ સેમેસ્ટર-5ના બે પેપર 12 ઓક્ટોબરે લીક થઇ જવા મામલે હાલ પોલીસ ફરિયાદ થઇ છે. પેપર લીક કાંડની તપાસ હવે પોલીસ હસ્તક છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજ હોવાથી એચ.એન. શુક્લ કોલેજ સામે પણ પગલાં લેવાશે કે કેમ તે અંગે કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, ઋજકના રિપોર્ટના આધારે આ કોલેજ સામે ફરિયાદ કરી છે.
જે મુદ્દે કોર્પોરેટર અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડો. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, પેપર લીક કાંડમાં થયેલી ફરિયાદ અમારી કોલેજને અને કર્મચારીને બદનામ કરવાનું ષડ્યંત્ર છે. પેપર જ્યારે કેન્દ્ર પર આવ્યા અને પરત લઇ ગયા તે સમગ્ર પ્રક્રિયા વીડિયો રેકોર્ડિંગ સાથે કરવાની હોય છે. અમારી કોલેજમાંથી પેપર સીલબંધ કવરમાં રેકોર્ડિંગ કરીને જ લઇ ગયા હતા ત્યારબાદ યુનિવર્સિટીના સત્તાધીશોએ આ પેપર સીસીટીવીની નિગરાનીમાં રાખવાને બદલે જ્યાં કેમેરા નથી ત્યાં રખાવ્યા. ત્યારબાદ સીલ તૂટેલું હોવાનું બતાવી દીધું અને અમારી કોલેજનું નામ વહેતું કર્યું. પોલીસમાં પણ કોઈ સીસીટીવી રજૂ કરાયા નથી. અમારી કોલેજને બદનામ કરવા બદલ યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખ સામે 5 કરોડ અને કુલપતિ સામે 6 કરોડનો બદનક્ષીનો દાવો માંડીશું.
- Advertisement -
3 પેપર સેટ હોવા છતાં પરીક્ષા રદ કરી દેવાઈ
કુલપતિએ પોતાના જ આંકડાશાસ્ત્ર ભવનમાં પેપર રીસિવિંગ સેન્ટર બનાવ્યું છે. 5 જિલ્લામાં પેપર રીસિવિંગ સેન્ટર ઊભા કર્યા જ્યાં 24થી 36 કલાક પહેલા યુનિવર્સિટી દ્વારા પેપર પહોંચાડી દેવાય છે. ત્રણ પેપર સેટ હોવા છતાં બી.કોમનું પેપર 13મીએ લેવાને બદલે પરીક્ષા જ રદ કરી નાખી. રદ કરેલી પરીક્ષાના સીલબંધ બોક્સ પોલીસ કે સીસીટીવીની નિગરાનીમાં રાખવાને બદલે પરીક્ષા વિભાગના જૂના બિલ્ડિંગમાં રાખ્યા જ્યાં
કેમેરા નથી.