ભયાનક માર્ગ અકસ્માતમાં માંડ માંડ બચેલો ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકિપર-બેટર ઋષભ પંત ઝડપથી રિકવર થઈ રહ્યો છે. મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં પોતાની સફળ સર્જરી બાદ તેણે સોશ્યલ મીડિયા પર પોતાની તસવીર પોસ્ટ શેયર કરી છે.
આ તસવીરમાં તે લાકડીના સહારે ચાલવાની કોશિશ કરતો જોવા મળી રહ્યો છે. આવું પહેલીવાર બન્યું છે જ્યારે પંત અકસ્માત બાદ પોતાના પગ ઉપર ઉભો થયો છે પરંતુ અત્યારે તે કોઈની મદદ વગર ચાલી શકતો નથી એટલા માટે જ તે લાકડક્ષના સહારે ઉભો થવાની કોશિશ કરી રહ્યો છે.
- Advertisement -
One step forward
One step stronger
One step better pic.twitter.com/uMiIfd7ap5
— Rishabh Pant (@RishabhPant17) February 10, 2023
- Advertisement -
પંતે પોતાની તસવીર શેયર કરતાં લખ્યું કે એક કદમ આગળ, એક કદમ મજબૂત, એક કદમ શ્રેષ્ઠ…તેની આ તસવીર જોઈને ચાહકોએ રીતસરના ભાવુક બની જઈને પ્રેમ લૂંટાવ્યો છે.