– જેતપુરમાં જન્મેલા પંકજ ઉધાસનું બાળપણ રાજકોટમાં વીતેલું
પંકજ ઉધાસ ડોકટર બનવા માગતા હતા પણ કિસ્મતે લોકપ્રિય ગાયક બનાવ્યા: મજાકમાં પંકજ ખુદને ‘80 ટકા ડોકટર’ તરીકે ઓળખાવતા: ફિલ્મમાં સૌ પ્રથમવાર 1972માં ‘કામના’ ફિલ્મમાં ગાયેલું, ‘નામ’, ‘સાજન’ ફિલ્મના તેમના ગાયેલા ગીતો સુપર હિટ થયેલા: ‘ચિઠ્ઠી આયી હૈ..’, ‘ચાંદી જૈસા રંગ હૈ તેરા..’ ‘નિકલો ના બે નકાબ..’ જેવા ગીતો લોકોના દિલમાં વસ્યા.
- Advertisement -
ગઝલને મહેફિલમાંથી ઘર ઘર લોકપ્રિય બનાવનાર ગુજરાતી ગાયક પંકજ ઉધાસનું મુંબઈ ખાતે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી કેન્સરની બીમારીનો સામનો કરી રહ્યા હતા. 73 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
ગઝલ ગાયીકીથી લોકોને ઘેલુ લગાડનાર પંકજ ઉધાસ ભલે દુનિયામાંથી ચાલ્યા ગયા પણ તેમનો અવાજ સંગીતની દુનિયામાં સદાય ગુંજતો રહેશે. પંકજ ઉધાસ ગઝલ ગાયિકીને મહેફિલોમાંથી આઝાદ કરીને આમજન સુધી પહોંચાડી હતી ચિઠ્ઠી આઈ હૈની લોકપ્રિયતા આનું ઉદાહરણ છે. પંકજ ઉધાસે જયારે ‘ચિઠ્ઠી આઈ હૈ’ ગાયું તો પરદેશમાં રહેતા લોકોને સ્વદેશની યાદમાં રડાવી દીધા હતા. તો ચાંદી જૈસા રંગ હૈ તેરા’ ગાઈને ગલી ગલીમાં લોકોને ગઝલ ગાતા કરી દીધા હતા. પણ આ અવાજ હંમેશને માટે શાંત થઈ ગઈ.
We mourn the loss of Pankaj Udhas Ji, whose singing conveyed a range of emotions and whose Ghazals spoke directly to the soul. He was a beacon of Indian music, whose melodies transcended generations. I recall my various interactions with him over the years.
- Advertisement -
His departure leaves… pic.twitter.com/5xL6Y3Sv75
— Narendra Modi (@narendramodi) February 26, 2024
ડોકટર બનવા માગતા હતા, બની ગયા ગાયક
પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951માં જેતપુરમાં એક ગુજરાતી જમીનદાર પરિવારમાં થયો હતો. જોકે તેમને બાળપણથી ગાયક બનવાને બદલે ડોકટર બનવાની મહત્વાકાંક્ષા હતી, તેના માટે ખૂબ જ ધગશથી તૈયારી પણ કરી હતી. પણ આખરે તેમણે સંગીતનો રસ્તો બનાવ્યો હતો. અને ડોકટરનું સપનુ અધુરૂં છોડી દીધું હતું, તેમ છતાં તેમની ચિકિત્સામાં ઉંડી અભિરૂચી હતી એટલું જ નહીં ગાયક હોવાની સાથે સાથે તેમને તબીબી ક્ષેત્રમાં નવીનતમ પ્રગતિની સારી જાણકારી હતી. પંકજ ઉધાસ મજાકમાં કહેતા હું 80 ટકા સ્વ ગોષિત ડોકટર છું.
ઘરમાં સંગીતના માહોલમાં પંકજ ઉધાસ 7 વર્ષની ઉંમરે જ ગાવા લાગ્યા હતા. તેમના પાર્શ્વગાયક મોટાભાઈ મનહર ઉધાસે પંકજની પ્રતિભાને પારખી લીધી હતી. અને તેમને સંગીતના રસ્તે ચાલવા પ્રેરિત કર્યા. મનહર ઉધાસ પણ ફિલ્મ જગતના જાણીતા ગાયક છે.
પંકજ ઉધાસનો જેતપુરમાં જન્મ થયો હતો. તેઓ રાજકોટમાં પેલેસ રોડ પર રહેતા હતા. ત્યાર બાદ મુંબઈની વાટ પકડી હતી.
આવી રીતે શરૂ થઈ કેરિયરની શરૂઆત
પંકજ ઉધાસની ફિલ્મમાં ગાવાની શરૂઆત 1872માં આવેલૂ ફિલ્મ ‘કામના’થી શરૂ થઈ હતી. ગઝલ ગાયક બનવાના ઉદેશથી પંકજે ઉર્દૂ ભાષાની તાલીમ લેવી શરૂ કરી હતી. વર્ષ 1976માં પંકજને કેનેડા જવાની તક મળી હતી. પોતાના મિત્રના જન્મ દિવસે પંકજને ગાવાનો મોકો મળ્યો હતો. આ સમારોહમાં ટોરંટો રેડિયોમાં હિન્દી કાર્યક્રમ રજૂ કરનાર એક સજજન પણ હાજર હતા, તેમણે પંકજને આગળ ગાવાની તક આપી હતી.
આ રીતે થયા લોકપ્રિય
ગઝલની દુનિયામાં તેમનું જે નામ થયું તેના કારણે તેમની મુલાકાત ફિલ્મ ડાયરેકટર મહેશ ભટ્ટ સાથે થઈ હતી. મહેશ ભટ્ટ ત્યારે ‘નામ’ ફિલ્મ બનાવી રહ્યા હતા, જેની વાર્તા સલીમ ખાને લખી હતી. પંકજ ઉધાસને ફિલ્મનું એક ગીત ઓફર થયું જે આગળ જતા એક ઈતિહાસ બની ગયેલું. 1986માં આવેલી ફિલ્મ ‘નામ’નું ચિઠ્ઠી આયી હૈ’ની લોકપ્રિયતા બાદ તેમને હિન્દી ફિલ્મોમાં ઢગલાબંધ ગીતો ગાવાની ઓફર મળી હતી.
સન્માન
– પદ્મશ્રી
– ફિલ્મ ફેર એવોર્ડ
– સંગીત નાટક અકાદમી