ગુજરાતના નવા ચીફ સેક્રેટરીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ વ્યક્તિને ચાર્જ સોંપવામાં આવ્યો છે.
એમ. કે. દાસની જગ્યાએ બન્યા હતા એડિશનલ ચીફ સેક્રેટરી
- Advertisement -
ગુજરાતમાં મંત્રીમંડળના રાજીનામાં બાદ ગેસ કેડર અને અન્ય કેડરના અધિકારીઓને મૂળ વિભાગમાં પરત મોકલવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધિક મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી હતી. એમ. કે. દાસની જગ્યાએ પંકજ જોશીની એડિશનલ ચીફ સેક્રેટરી (ACS)તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
પંકજ જોશીએ વિવિધ હોદ્દાઓ સંભાળ્યા છે
- Advertisement -
સિનિયર IAS અધિકારી કે શ્રીનિવાસનના સાઢુભાઈ
એવી ધારણા હતી કે હાલના ચીફ સેક્રેટરી રાજકુમાર રિટાયર્ડ થયા બાદ પંકજ જોશીને જ મુખ્ય સચિવ બનાવવા છે જે હવે સાચી પડી છે. અત્રે નોંધનીય છે કે પંકજ જોશી દિલ્હીમાં ફરજ બજાવતા સિનિયર IAS અધિકારી કે શ્રીનિવાસનના સાઢુભાઈ થાય છે.
નિર્ણય લેતા પણ અચકાતા નથી
પંકજ જોશીની ઇમેજ ખૂબ જ સ્વચ્છ છે. અન્ય IAS અધિકારીઓ પણ તેમને ખૂબ જ માન આપે છે. પંકજ જોશીની કામ કરવાની પદ્ધતિ પણ ખૂબ જ સરળ છે. પોતાના તાબાના અધિકારીઓને તેઓ પૂરું માર્ગદર્શન પણ આપે છે અને જરૂર પડીએ પોતાની જવાબદારીથી તેઓ નક્કર નિર્ણય લેતા પણ અચકાતા નથી.
પંકજ જોશીને શુભેચ્છા પાઠવવામાં આ
ગુજરાતના મુખ્ય સચિવ પદે પંકજ જોશીની નિમણૂક નક્કી થયાની જાહેરાત બાદ તમામ સિનિયર અધિકારીઓ દ્વારા પંકજ જોશીને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. ભૂતકાળમાં જોષી સાથે કામ કરનારા અન્ય અધિકારીઓમાં પણ ખુશીનો માહોલ છે.
પંકજ જોષીએ બી.ટેક.ની પદવી મેળવી છે
IAS અધિકારી પંકજ જોષીએ સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી મેળવી છે. IIT, નવી દિલ્હીમાં એમ.ટેક. અને સંરક્ષણ તથા વ્યૂહાત્મક અભ્યાસમાં એમ.ફીલ સાથે ઉત્તીર્ણ થયા છે. પંકજ જોશીને ગુજરાત IAS અધિકારીઓમાં સૌથી શિક્ષિત અને ટેક્નોક્રેટ અધિકારી ગણવામાં આવે છે.